અમદાવાદ,
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ચાલી રહેલા રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ નિગમ લિમિટેડ (NHSRCL) પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપન માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને કારણે 08 એપ્રિલ, 2026 (બુધવાર)ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના પરિણામે અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
રદ થયેલ ટ્રેનો
ટ્રેન નં. 69102 વટવા–વડોદરા મેમુ 08 એપ્રિલે સંપૂર્ણપણે રદ રહેશે., ટ્રેન નં. 69115 વડોદરા–વટવા મેમુ પણ આ જ દિવસે રદ રહેશે.
આંશિક રીતે રદ
ટ્રેન નં. 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન 08 એપ્રિલે વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
પુનઃનિર્ધારિત ટ્રેન
ટ્રેન નં. 12009 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય કરતાં અંદાજે 1 કલાક 15 મિનિટ મોડું મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરશે.
વિનિયમિત ટ્રેનો
ટ્રેન નં. 19484 સહરસા–અમદાવાદ એક્સપ્રેસ વડોદરા મંડળમાં અંદાજે 2 કલાક 10 મિનિટ માટે રોકી રાખવામાં આવશે.
ટ્રેન નં. 12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસ પણ વડોદરા મંડળમાં લગભગ 2 કલાક 10 મિનિટ માટે વિનિયમિત કરવામાં આવશે.
રેલવે વિભાગે મુસાફરોને આગ્રહ કર્યો છે કે તેઓ મુસાફરી પહેલા ટ્રેનની તાજી માહિતી તપાસી લે અને અનુકૂળ આયોજન કરે.
બે વિશેષ ટ્રેનોની અવધિમાં વધારો
મુસાફરોની વધતી ભીડ અને માંગને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા બે સાપ્તાહિક વિશેષ ટ્રેનોની સંચાલન અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રેલવે દ્વારા જણાવાયું છે.
રેલ્વેના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતુ કે ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ–દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનને હવે 15 મે, 2026થી 26 જૂન, 2026 સુધી વિસ્તારી દેવામાં આવી છે. આ સાથે જ ટ્રેન સંખ્યા 09451 ગાંધીધામ–ભાગલપુર સાપ્તાહિક વિશેષ ટ્રેનની અવધિમાં પણ સમાન સમયગાળાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉનાળાની સિઝનમાં મુસાફરોની વધતી અવરજવર અને ટિકિટની માંગને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને મોટી રાહત મળશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અમદાવાદ મંડળમાં 4 ટ્રેનો પ્રભાવિત
અમદાવાદ મંડળમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ, (NHSRCL) દ્વારા ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપન માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામ માટે 08 એપ્રિલ, 2026ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે અમદાવાદ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
ટ્રેન સંખ્યા 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પરથી પસાર થાય છે, તે 08 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન સંખ્યા 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે વિરમગામ, આંબલી રોડ, ચાંદલોડિયા, સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો પરથી પસાર થાય છે, તે 09 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે.
આ ઉપરાંત, કેટલીક ટ્રેનોને માર્ગમાં રોકવામાં આવશે. ટ્રેન સંખ્યા 22718 સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસને 08 એપ્રિલ, 2026ના રોજ વડોદરા મંડળમાં અંદાજે 1 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 15636 ગૌહાટી–ઓખા એક્સપ્રેસને પણ એ જ દિવસે વડોદરા મંડળમાં લગભગ 1 કલાક માટે રોકવામાં આવશે.
રેલવે વિભાગે મુસાફરોને સૂચના આપી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનોની સ્થિતિ તપાસી લે અને તેના આધારે પોતાના પ્રવાસનું આયોજન કરે.