Business

ટ્રેનિંગ આપવી અને બદલાવ લાવવો એમાં બહુ મોટો ફરક
શીખો સમીર પરીખ જોડેથી

જો ઓર્ગનાઈઝેશનમાં બદલાવ લાવવો હોય તો પહેલી શરત છે કે લીડરશીપમાં લર્નિંગ ક્લ્ચર અને બદલાવ લાવવાની ઈચ્છાશક્તિ ભરપૂર હોવી જોઈએ, નહીં તો ટ્રેનિંગ ખાલી ને ખાલી એક એક્ટિવિટી તરીકે ગણાશે. આવા  ટ્રેનિંગ પ્રોગ્રામથી કોઈ બદલાવ કે પ્રોડક્ટિવિટીમાં કોઈ ફેરફાર થશે નહિ- આ શબ્દો છે ભારતની જાણીતી ટ્રેનિંગ કંપની નમન મેનેજમેન્ટના ઓનર સમીરભાઈ પરીખના. સ્વભાવે મૃદુ અને વર્તનમાં સરળ સમીરભાઈ તેમના સૌથી ઈફેક્ટિવ ટ્રેનિંગ ડિલિવરી માટે આખા ભારતમાં જાણીતા છે. 16 વર્ષ પહેલાં  નમન મેનેજમેન્ટના નામે શરૂ કરેલી કંપની આજે ભારતના ટોપ કોર્પોરેટ ગૃહમાં કલ્ચર ચેન્જ, પ્રોડક્ટિવિટી, લીડરશીપ ટ્રાન્સફોર્મેશન વગેરે વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ વડે બદલાવ એટલે કે ડેવલપમેન્ટનું કામ કરી રહી છે. સમીરભાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નમન મેનેજમેન્ટ સિમેન્સ, IDBI, ઈન્ટાસ, ગ્લેનમાર્ક, ઝાયડસ, ઇલિકોન, મહિન્દ્રા ગ્રુપ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં અત્યારે વિવિધ પ્રકારના બદલાવના ટ્રેનિંગ પ્રોગ્રામ કરી રહી છે.

સમીરભાઈના મતે  જો કંપનીનું ટોપ મેનેજમેન્ટ કમિટેડ ન હોય તો ઓર્ગનાઇઝેશનમાં ટ્રેનિંગ પ્રોગ્રામથી ખાસ ફરક પડતો નથી. જયારે પણ પ્રમોટર કે ટોપ મેનેજમેન્ટ  કંપનીમાં ચેન્જ લાવવા માટે સમીરભાઈને કામ સોંપે ત્યારે તેમનો પહેલો અપ્રોચ કંપનીના ટોપ મેનેજમેન્ટને પહેલા ટ્રેન કરવાનો હોય છે. જો કર્મચારી પોતાના બોસને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે સમર્પિત જોશે તો પોતે પણ તેમાં તેટલો જ સહભાગી થશે તેવું સમીરભાઈનું માનવું છે. સમીરભાઈ અને તેમની ટીમની એક ખાસિયત છે કે કંપની જેટલો ટાઈમ અને બજેટ ટ્રેનિંગ પાછળ ખર્ચે છે તેનું પૂરેપૂરું વળતર આપવું. જે ટ્રેનિંગમાંથી ગણી શકાય અને દેખાઈ શકાય તેવું રિઝલ્ટ આપવાની તૈયારી સમીરભાઈની હંમેશાં હોય છે.

સમીરભાઈએ અત્યાર સુધીમાં 30 જેટલા કંપનીના માલિકોને વિવિધ પ્રકારના ટ્રેનિંગ ઇન્ટર્વેશનથી તેમના નેતૃત્વના ગુણો વિકસાવ્યા છે. એટલું જ નહિ લીડરશીપ અને ચેન્જ મેનેજમેન્ટ વિષય પર અત્યાર સુધીમાં 5000 કરતાં વધારે મેન- ડેઈઝની ટ્રેનિંગ આપીને પ્રોફેશનલ્સના વર્તનમાં મોટો ફેરફાર લાવ્યા છે.  સમીરભાઈ અત્યારે વિશ્વની ઘણી બધી કંપનીઓમાં ટ્રેનિંગ પ્રોગ્રામ કરી રહ્યા છે. દુબઇ અને સિંગાપોરમાં સૌથી વધારે ક્લાયન્ટ્સ સમીરભાઈ જોડે છે. સમીરભાઈના મત મુજબ, જો કંપનીમાં ખરેખર બદલાવ લાવવો હોય તો એક કે બે દિવસની ટ્રેનિંગ નહિ પરંતુ ટાર્ગેટ ઓબ્જેકટીવ્સ સાથે લાંબા ગાળાના ઇન્ટર્વેન્શનનું આયોજન કરવું પડે અને તો જ તમને જોઈતું પરિણામ મળે.

ટ્રેનિંગનો વ્યવસાય ચાલુ કર્યો એ પહેલાં સમીરભાઈએ IPCl, રિલાયન્સ જેવી કંપનીમાં કામ કર્યું હતું અને ત્યાં જ હ્યુમન બીહેવિયર કેવી રીતે ચેન્જ થાય તે વિષે તેમણે અભ્યાસ કર્યો હતો. જયારે સમીરભાઈને પૂછવામાં આવ્યું કે ટ્રેનિંગ પ્રોગ્રામમાં કઈ મહત્ત્વની બાબતો પર ભાર મૂકવો જોઈએ ત્યારે તેમણે નીચેની બાબતો જણાવી. 1. ટ્રેનિંગ પ્રોગ્રામનું કન્ટેન્ટ – જયારે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ વિષે વાત કરવામાં આવે ત્યારે ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમે કેવું કન્ટેન્ટ  પીરસવાના છો તે બાબત ટ્રેનિંગ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે ખૂબ જ મહત્ત્વની છે. જો તમારું કન્ટેન્ટ નબળું હશે તો ટ્રેનિંગ પ્રોગ્રામમાં સફળતાના ચાન્સીસ બહુ ઓછા રહેશે.

2. ટ્રેનિંગ પ્રોગ્રામની ડિઝાઇન- તમે ટ્રેનિંગ આઉટપુટને ધ્યાનમાં રાખીને કેવી રીતે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરો છો તે મહત્ત્વનું છે, તમારે એ પણ ધ્યાન રાખવું પડે તમારું જે કંઈ પણ ટાર્ગેટ ઓડિયન્સ હોય તેને તમે સારી રીતે આવરી શકો. સાથે સાથે ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ રીવીઝન થઇ શકે. 3. ટેનિંગ પ્રોગ્રામની ડિલિવરી – સમીરભાઈ ભારેખમ શબ્દો અને ખોટા પ્રેઝન્ટેશનમાં માનતા નથી. સમીરભાઈનું માનવું છે કે તમારી ટ્રેનિંગ ડિલિવરી સરળ, સમજી શકાય તેવી અને રસભરી હોવી જોઈએ અને લોકોને એન્ગેજ રાખતી હોવી જોઈએ. ભારતભરમાં એક ગુજરાતી ટ્રેનર તરીકે સમીરભાઈએ ખૂબ જ નામના મેળવી છે અને બધા ગુજરાતીઓને ગર્વ થાય તેવું તેમનું વ્યક્તિત્વ છે.

Most Popular

To Top