મહારાષ્ટ્ર: મુંબઈમાં (Mumbai) માટુંગા સ્ટેશન (Station) પાસે દાદર-પુડુચેરી એક્સપ્રેસના ટ્રેનો (Train) એકબીજા સાથે અથડાઈ હતી જેના કારણે ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાતા ઓવર હેડ વાયર તૂટી ગયા હતાં. વાયર તૂટી જવાના કારણે એક મોટો ધડાકો સંભળાયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એકસ્પ્રેસ ટ્રેનના ડબ્બા પોતાનો ટ્રેક બદલતી હતી જેના કારણે ત્રણ ડબ્બા એકબીજા સાથે અથડાયા હતાં તેમજ ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતાં. આ સાથે આ અકસ્માત શુક્રવારની રાત્રિના સમયે સર્જાયો હતો તેમજ મટુંગા રેલ્વે સ્ટેશન પાસે જ સર્જાયો હતો. આ અકસ્માતના કારણે લોકલ તેમજ બીજી અન્ય ટ્રેનના સમય ઉપર અસર પડી હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
મળતી માહિતી મુજબ ટ્રેનની ઓછી સ્પીડ હોવાના કારણે કોઈ પણ જાતનું મોટું નુકશાન થવાની કે મોટી દુર્ધટના ધટી હોવાની જાણકારી મળી નથી.