અમદાવાદ તરફ જઈ રહેલું ટ્રેલર એક્ષલ તૂટતાં અચાનક રિવર્સ આવ્યું અને છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

અમદાવાદ તરફ જઈ રહેલું ટ્રેલર એક્ષલ તૂટતાં અચાનક રિવર્સ આવ્યું અને છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

પારડી : પારડી (Pardi) તાલુકાના ઉદવાડા હાઇવે બ્રિજ ઉપર આજરોજ સવારે એક મસમોટું ટ્રેલર કુલર ભરીને અમદાવાદ (Ahmedabad) તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેલરની એક્ષલ તુટતાં અચાનક ટ્રેલર રિવર્સમાં આવતા પાછળથી આવતા છ વાહન વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 5 કારને ભારે નુકશાન થયું હતું.

પાછળના ભાગે કુલર ભરીને અર્ધો હાઇવે રોકીને જઈ રહેલા પહોળા ટ્રેલરની એકક્ષલ તુટતાં પાછળથી આવતા 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં સ્વીફ્ટ કાર, એક્સયુવી કાર, ઇકો કાર, એક્સયુવી અને સેન્ટ્રો કાર સહિત 5 કારને ટ્રેલરે અડફેટે લેતા ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે પારડી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ હતી. આ અકસ્માતને પગલે વાપીથી વલસાડ જતા હાઇવે પર ભારે ટ્રાફિકને લઈ કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા. અકસ્માતમાં સદનસીબે વાહનચાલકોનો અને કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રાફિકને લઇ હાઇવેનાં તમામ વાહનો સર્વિસ રસ્તે જતાં નજરે પડ્યાં પડ્યાં હતાં. પારડી પોલીસે ટ્રાફિકને ખુલ્લો કરવા ભારે જેહમત ઉઠાવી હતી. જો કે મસમોટું ટ્રેલર હાઇવે પર પસાર થવા માટે RTO કે ગુજરાત-મહારાષ્ટ્રના ચેકનાકાએ પરવાનગી આપવા સામે પ્રશ્ન ઊઠી રહ્યા છે. જેને કારણે 5 કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મોસાલી બજાર ચાર રસ્તા માર્ગ પર ધૂમ સ્ટાઇલ બાઈકર્સનો ત્રાસ
વાંકલ: માંગરોળ તાલુકાના મોસાલી ગામે મંગળવારી હાટ બજારમાં ધૂમ સ્ટાઇલ બાઇકર્સનો ત્રાસ વધી ગયો છે. હાલમાં મંગળવારી હાટ બજાર મોસાલી ચાર રસ્તા નજીક ભીડભાડ હોવા છતાં કેટલાક બાઇકસવાર ઈસમો હાટ બજારમાં ગફલતભરી રીતે વાહન ચલાવી લોકોને બીજાઓ પહોંચાડી રહ્યા છે. ગતરોજ દેવાભાઈ બચુભાઈ વસાવા (રહે., માંગરોળ, નવીનગરી)ને બાઈકચાલકે ટક્કર મારી એ નાસી છૂટ્યો હતો. દેવાભાઈને પગમાં ફેક્ચર અને હાથ માથામાં ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક 108 સેવા બોલાવી શીફા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પરિવાર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Most Popular

To Top