National

ભારત સહિત 60 દેશો પર વેપાર તપાસ શરૂ

જુલાઈ સુધી આવી શકે કડક કાર્યવાહી? અમેરિકાની નવી ટ્રેડ તપાસે વિશ્વમાં ચિંતા વધારી

અમેરિકાએ વૈશ્વિક વેપાર અને માનવ અધિકાર મુદ્દે મોટું પગલું ભરતાં ભારત સહિત વિશ્વના 60 દેશો સામે તપાસ શરૂ કરી છે. આ તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે શું આ દેશોએ જબરદસ્તી મજૂરી (ફોર્સ્ડ લેબર) દ્વારા બનેલા ઉત્પાદનોની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લીધા છે કે નહીં.

અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ Jamieson Greerએ જણાવ્યું કે વિશ્વભરમાં ફોર્સ્ડ લેબર સામે સહમતિ હોવા છતાં અનેક દેશોએ આવા ઉત્પાદનોને પોતાના બજારમાં પ્રવેશતા રોકવા માટે અસરકારક પગલાં લીધા નથી. તેમણે કહ્યું કે આ કારણે અમેરિકન વેપાર અને ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતા છે.આ તપાસ હેઠળ ભારત ઉપરાંત China, Pakistan, Russia, Bangladesh, Thailand, Cambodia અને અન્ય ઘણા દેશો સામેલ છે. અમેરિકાના મતે આ દેશોની નીતિઓ અને નિયમોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે જેથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં માનવ અધિકારનું ઉલ્લંઘન ન થાય.

આ તપાસ Trade Act of 1974ના Section 301(b) હેઠળ કરવામાં આવી રહી છે. આ જ કાયદા હેઠળ અમેરિકા અગાઉ પણ કેટલાક દેશોની વેપાર નીતિઓ અંગે તપાસ કરી ચૂક્યું છે. આ કાયદો અમેરિકન વેપારને અસર કરતી વિદેશી નીતિઓ સામે કાર્યવાહી કરવાની સત્તા આપે છે.

અહેવાલ મુજબ અમેરિકન અધિકારીઓ એપ્રિલ મહિનામાં આ મુદ્દે જાહેર સુનાવણીઓ યોજશે. ત્યારબાદ વિવિધ દેશોની નીતિઓનું વિશ્લેષણ કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે તપાસ પૂર્ણ થયા બાદ કેટલાક દેશો સામે વધારાના ટેરિફ અથવા વેપાર પ્રતિબંધ જેવી કાર્યવાહી કરવામાં આવે.

મહત્વપૂર્ણ વાત એ છે કે આ જાહેરાતના એક દિવસ પહેલા જ અમેરિકાએ 16 દેશોની મેન્યુફેક્ચરિંગ નીતિઓ અંગે પણ અલગ તપાસ શરૂ કરી હતી, જેમાં ભારતનું નામ પણ સામેલ હતું. આ સમગ્ર પ્રક્રિયા જુલાઈ સુધી પૂર્ણ કરવાની અમેરિકાની યોજના છે. જો તપાસમાં ખામીઓ સામે આવે તો વૈશ્વિક વેપાર પર તેની મોટી અસર પડી શકે છે.

Most Popular

To Top