National

કાલકા-શિમલા ટોય ટ્રેનની ઝડપ વધારવાની રેલવેની યોજના અભરાઈએ

નવી દિલ્હી: ઐતિહાસિક કાલકા-શિમલા ટોય ટ્રેનની (Toy train) ઝડપ (Speed) વધારી પ્રવાસના સમયમાં બે કલાકનો ઘટાડો કરવા માટેની રેલવેની મહત્વાકાંક્ષી યોજના અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમના મતે, આકરા વળાંકો, ઢાળ અને આજુ-બાજુમાં જગ્યાનો અભાવ ટોય ટ્રેનને વધુ ઝડપથી ચલાવવાનું તકનીકી રીતે અશક્ય બનાવે છે. હિમાચલ પ્રદેશ સરકારની વિનંતી પર, રેલ્વેએ છેલ્લા બે વર્ષમાં અભ્યાસ હાથ ધર્યો હતો કે શું ટોય ટ્રેનને વધુ ઝડપે ચલાવી શકાય.

  • ટ્રેનની ધીમી ગતિને કારણે જ રૂટ પર કોઈ દુર્ઘટના થઈ નથી
  • નેરો-ગેજ રેલ રૂટ પર ધીમી ગતિએ ચાલતી ટોય ટ્રેનને 10 વર્ષ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો
  • આગામી 10 મહિનામાં બ્રિટિશ યુગના કોચની જગ્યાએ નવા આધુનિક કોચ મૂકવામાં આવશે

2018માં ઉત્તર રેલવેને કાલકા-શિમલા ટોય ટ્રેનની ઝડપ વધારી શકાય છે કે કેમ તે મૂલ્યાંકન કરવા માટે સંશોધન ડિઝાઇન અને માનક સંગઠન (RDSO) મળ્યું હતું. ‘તે ખૂબ જ મુશ્કેલ પ્રોજેક્ટ છે. વળાંક વધુ છે અને બાજુની જગ્યાના અભાવે તેને સીધો કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. તે તકનીકી રીતે શક્ય નથી. આરડીએસઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. જો કે એવું અસંભવિત લાગે છે કે ટોય ટ્રેનની ઝડપ એક બિંદુથી વધુ વધારી શકાય’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનની ધીમી ગતિને કારણે જ રૂટ પર કોઈ દુર્ઘટના થઈ નથી. હાલમાં ટ્રેનની સ્પીડ 22-25 કિ.મી. પ્રતિ કલાક છે અને તેને વધારીને 30-35 કિ.મી. પ્રતિ કલાક કરવાની યોજના છે. નેરો-ગેજ રેલ રૂટ પર ધીમી ગતિએ ચાલતી ટોય ટ્રેનને 10 વર્ષ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો. જો કે ભવિષ્યમાં પ્રવાસ કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે કે આગામી 10 મહિનામાં બ્રિટિશ યુગના કોચની જગ્યાએ નવા આધુનિક કોચ મૂકવામાં આવશે.

Most Popular

To Top