એક તરફ કોરોના વાયરસ (Corona virus)થી લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે. બીજી બાજુ, તેના ચેપને રોકવા માટે લાદવામાં આવતી વ્યાપારી પ્રતિબંધો અથવા તો લોકડાઉન (Lock down)થી દેશના આરોગ્ય પર ખરાબ અસર પડી છે. ખાસ કરીને આ લોકડાઉનને કારણે પર્યટન ક્ષેત્ર (Tourism dept) બરબાદ થઈ ગયું છે. કારણ કે લોકડાઉનમાં બહાર જવા પર પ્રતિબંધ છે.
આવી સ્થિતિમાં ભારત સરકાર દ્વારા આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પર્યટન ક્ષેત્રને મજબૂત બનાવવા નાણામંત્રી (Finance minister) નિર્મલા સીતારામણે (Nirmala sitaraman) સોમવારે ટ્રાવેલ એજન્સીઓને 10 લાખ રૂપિયા અને ટૂરિસ્ટ ગાઇડ્સ માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. સ્વાભાવિક છે કે, આર્થિક મંદીનો સામનો કરી રહેલા ટૂરિસ્ટ ગાઇડ અને પર્યટન એજન્સીને સરકારના આ નિર્ણયથી થોડી રાહત મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 11000 ટૂરિસ્ટ ગાઇડ્સને લાભ થશે. જો કે, આ લોન પર કેટલું વ્યાજ લેવામાં આવશે અથવા આ લોન કરમુક્ત રહેશે કે કેમ તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
નાણા પ્રધાન નિર્મલા સીતારામણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના રોગચાળા સાથે લડતા દેશના ઉદ્યોગોને રાહત આપવા અનેક મોટી ઘોષણા કરી હતી. જેમાં આરોગ્ય ક્ષેત્ર માટે 1.5 લાખ કરોડ રૂપિયા અને 50 હજાર કરોડની વધારાની ક્રેડિટ ગેરેંટી યોજનાની ખૂબ મહત્વની જાહેરાત કરી છે. 15,000 રૂપિયાથી ઓછા વેતન મેળવતા કર્મચારીઓ માટે, કેન્દ્ર સરકાર દ્વારા ઇપીએફમાં 24 ટકા ફાળો જમા કરવાની યોજના માર્ચ 2022 સુધી લંબાવી દેવામાં આવી છે.
નાણામંત્રીએ રોગચાળાથી અસરગ્રસ્ત વિસ્તારો માટે એક પેકેજની જાહેરાત કરી છે. આરોગ્ય ક્ષેત્રને રૂ .50,000 કરોડની માત્રા આપવામાં આવી છે. 1.50 લાખ કરોડની વધારાની ક્રેડિટ ગેરંટી યોજના જાહેર કરવામાં આવી છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રોગચાળા દરમિયાન કોઈ ભૂખ્યું ન રહે , તેથી 80 કરોડ ગરીબોને દિવાળી એટલે કે નવેમ્બર સુધી નિ: શુલ્ક અનાજ મળવાનું ચાલુ રહેશે. આ યોજના ઉપર બે લાખ કરોડ સુધીનો કુલ ખર્ચ કરવામાં આવશે. મુશ્કેલીગ્રસ્ત દેશના પર્યટન ઉદ્યોગને વેગ આપવા પ્રવાસીઓને વિઝા ફીથી રાહત આપવામાં આવી છે. અને આમાં પ્રથમ પાંચ લાખ પ્રવાસીઓને ભારતની યાત્રા માટે વિઝા ફી ચૂકવવાની રહેશે નહીં.
આ હતી મોટી જાહેરાતો
- 1.50 લાખ કરોડની વધારાની ક્રેડિટ ગેરંટી યોજના ત્રણ વર્ષ માટે જાહેર કરાઈ
- નિ:શુલ્ક ટૂરિસ્ટ વિઝા 31 માર્ચ 2022 સુધી આપવામાં આવશે
- અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડનું પેકેજ
- 11 હજાર ટૂરિસ્ટ ગાઇડ્સને મદદ અપાશે
- નાના ધીરાણ લેનારાઓને રાહત મળશે.
- ટૂર એજન્સીઓને 11 લાખ રૂપિયા સુધીની લોન મળશે
- રવીપાકમાં 43.2 મિલિયન ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
- 50 હજાર કરોડ રૂપિયા ખેડુતોને ચૂકવાયા હતા
- આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 31 માર્ચ 2022 સુધી લંબાવાઈ
- એક લાખ એક હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજના જાહેર
- ખાતરો પર વધારાની સબસિડી આપવામાં આવશે
- 25 લાખ નાના ઉદ્યોગપતિઓને 1.25 લાખ રૂપિયા સુધીની લોન મળશે