Gujarat

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાતનો વૈશ્વિક દબદબો , ડાવોસમાં ડે. સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં 30થી વધુ ટોચની વૈશ્વિક બેઠક

ગાંધીનગર,તા.23

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાતે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને ભવિષ્યની તૈયારીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ગુજરાતના ડે સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજય સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ડાવોસ ખાતે ત્રણ દિવસ દરમિયાન વૈશ્વિક ઉદ્યોગજગતના ચેરમેન, સીઈઓ, રોકાણકારો અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે 30થી વધુ ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક બેઠકઓ યોજી હતી.WEF 2026માં સંરચિત અને ઉચ્ચ સ્તરીય સંવાદો કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ ભાગીદારી દ્વારા Viksit Gujarat@2047ના દીર્ઘકાલીન વિઝન સાથે ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે પસંદગીનું સ્થાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

સેમિકન્ડક્ટરથી એઆઈ અને ક્વાન્ટમ ટેકનોલોજી સુધી ચર્ચા

સેમિકન્ડક્ટર, એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે Micron Technology, Tata Electronics, NVIDIA, OpenAI, IonQ, Emerald AI સહિત વૈશ્વિક દિગ્ગજો સાથે બેઠક યોજાઈ. આ ચર્ચાઓમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, એઆઈ આધારિત નવીનતા અને ક્વાન્ટમ-રેઝિસ્ટન્ટ ટેકનોલોજી પર સહયોગની શક્યતાઓ પર ભાર મૂકાયો હતો.

ડેટા સેન્ટર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિસ્ટમ્સ

IBM, Cognizant, Tillman Global Holdings અને Johnson Controls સાથે થયેલી ચર્ચાઓમાં ડેટા સેન્ટર્સ, ટેલિકોમ નેટવર્ક, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રેસિલિયન્સ મુખ્ય મુદ્દા વિવિધ બેઠકોમાં ચર્ચામાં રહયા હતા.

મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિસ્તરણ

Welspun, Sumitomo Group, Lulu Group, Technip Energies, RPSG Group, TVS Group અને ArcelorMittal સાથે ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તરણ અને વૈશ્વિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વ્યાપક સંવાદ થયો હતો.

ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પર વિશેષ ભાર

Hitachi Energy, ENGIE, EDF, Topsoe, Vestas, INOX GFL અને Trafigura સાથેની બેઠકમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, રિન્યૂએબલ એનર્જી, ગ્રિડ આધુનિકીકરણ અને ઇન્ડસ્ટ્રિયલ ડીકાર્બનાઇઝેશન પર વ્યૂહાત્મક ચર્ચા થઈ છે.

પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને વૈશ્વિક વેપાર

A.P. Moller–Maersk સાથે થયેલી બેઠકમાં પોર્ટ આધારિત વિકાસ, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ગુજરાતની ભૂમિકા મજબૂત કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.

વિશ્વ બેંક અને એડિબી સાથે ટકાઉ વિકાસ પર ચર્ચા

World Bank અને Asian Development Bank સાથે પાણી સુરક્ષા, ક્લાઈમેટ રેસિલિયન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ જેવા મુદ્દાઓ પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વૈશ્વિક રોકાણ માટે ગુજરાત તૈયાર – હર્ષ સંઘવી

દાવોસ ખાતે ડે સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,“ પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ભવિષ્યનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. WEF 2026માં અમારી હાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે ગુજરાત આગામી પેઢીના વૈશ્વિક રોકાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.” WEF 2026ના અંતિમ તબક્કામાં ગુજરાતને વૈશ્વિક સ્તરે ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.“Gujarat – Ready for the World, Where Vision Meets Action”ના સંદેશ સાથે ગુજરાતે વૈશ્વિક વિકાસ કથામાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત કર્યું છે.

Most Popular

To Top