Sports

ટોક્યો ઓલિમ્પિક્સ: ઉદઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક બનશે આ બે ખેલાડી

નવી દિલ્હી : 23 જુલાઇથી ટોક્યોમાં શરૂ થઇ રહેલી ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ (Opening ceremony)માં છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World champion) અને લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ બોક્સર એમસી મેરી કોમ (Mary Kom) અને ભારતીય મેન્સ હોકી ટીમનો કેપ્ટન મનપ્રીત સિંહ (Manpreet sinh) ભારતીય ધ્વજવાહક (Indian flag bearer) બનશે.

આ ગેમ્સમાં ભારત વતી મેડલના સૌથી મોટા દાવેદારોમાંના એક એવો રેસલર બજરંગ પુનિયા 8 ઓગસ્ટે યોજાનારા સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહકની ભૂમિકા ભજવશે. ભારતીય ઓલિમ્પિકસ એસોસિએશન (IOA)એ ગેમ્સની આયોજન કમિટીને પોતાના આ નિર્ણયથી માહિતગાર કરાવી દીધા છે.ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે ઉદ્દઘાટન સમારોહમાં ભારતના બે ધ્વજવાહક એક મહિલા અને એક પુરૂષ હશે. આઇઓએના અધ્યક્ષ નરિન્દર બત્રાએ હાલમાં જ આગામી ટોકયો ઓલિમ્પિક્સમાં લૈંગિક સમાનતાને નિશ્ચિત કરવા માટે આ માહિતી આપી હતી. કોરોના રોગચાળાને કારણે એક વર્ષ સુધી સ્થગિત થયેલા ટોક્યો ઓલિમ્પિકમાં 100થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીએ ગત વર્ષે મળેલી પોતાની કાર્યકારી બોર્ડની બેઠકમાં ઉદ્દઘાટન સમારોહમાં મહિલા અને પુરૂષ ધ્વજવાહકની જોગવાઇ કરી હતી.

‘સુપર મોંમ’ નવો ઇતિહાસ રચી શકે છે
નામોની જાહેરાત થતા જ મેરીકોમના ચાહકો ઉત્સાહમાં મુકાય ગયા છે, મેરી કોમે કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે મને આ તક મળી. હું SAI, IOA, રમત મંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. દરેકને આ તક આપવી સરળ નથી. ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર મેરી કોમ આ વખતે બીજો મેડલ મેળવીને નવો ઇતિહાસ રચી શકે છે. કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન રહી ચુકેલી બૉક્સરે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા છે, અને તેણે એશિયન ચેમ્પિયનશીપમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે. તે આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે 38 વર્ષીય બોક્સરની આ છેલ્લી ઓલિમ્પિક છે અને તે તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં.

બજરંગ પુનિયા ધડાકો કરી શકે છે
બજરંગ પુનિયા 65 કિલો ફ્રી સ્ટાઇલમાં બ્લાસ્ટ કરી શકે છે. તેથી જ તેને મેડલની આશા છે. એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા વિશ્વ ચેમ્પિયન બજરંગ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે. 27 વર્ષીય બજરંગ પુનિયાએ નૂર સુલતાન ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ઓલિમ્પિક ટિકિટ જીતી હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં બજરંગ બીજા ક્રમે આવ્યો છે. તેને આ વખતે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં તેમનો સૌથી મોટો પડકાર રાશીદોવ તરફથી આવી શકે છે. આ ઉપરાંત દૌલાત નિયાઝબકવ, ઇમમલ મુસુકાજેવ અને ટાકુટો ટોગુરો જેવા કુસ્તીબાજોએ તેમને પદક જીતવા માટે ચિત્ત કરવું પડશે.

Most Popular

To Top