કેપ કેનાવેરલ: ટોક્યોની (Tokyo) એક કંપનીએ રવિવારે તેના પોતાના ખાનગી લેન્ડરને (Lander) ચંદ્ર તરફ મોકલ્યું હતું, સ્પેસ-એક્સ રોકેટ (Space-X Rocket) મારફતે લેન્ડર મોકલવામાં આવ્યું હતું જેમાં સંયુક્ત અરબ અમીરાતના પ્રથમ ચંદ્ર રોવર અને જાપાનના રમકડા જેવો રોબોટ પણ હતા જે ચંદ્રની સપાટી પર ફરવા માટે બનાવવામાં આવ્યો હતો. લેન્ડર અને તેની સાથે ગયેલા સાધનોને ચંદ્ર સુધી પહોંચવામાં લગભગ પાંચ મહિનાનો સમય લાગશે.કંપની આઈસ્પેસે ન્યૂનતમ ઇંધણનો ઉપયોગ કરવા, નાણા બચાવવા અને કાર્ગો માટે વધુ જગ્યા છોડવા માટે તેના યાનને ડિઝાઇન કર્યું હતું.
- લેન્ડર અને તેની સાથે ગયેલા સાધનોને ચંદ્ર સુધી પહોંચવામાં લગભગ પાંચ મહિનાનો સમય લાગશે
- જાપાનના રમકડા જેવો રોબોટ પણ હતા જે ચંદ્રની સપાટી પર ફરવા માટે બનાવવામાં આવ્યો હતો
- મંગળની આસપાસ પહેલેથી જ વિજ્ઞાન ઉપગ્રહ છે ત્યારે યુએઈ ચંદ્રનું પણ અન્વેષણ કરવા માંગે છે
પૃથ્વીથી 1 મિલિયન માઈલ ઉડાન ભરશે
તેથી તે ચંદ્ર તરફ ધીમો, ઓછી ઉર્જા ખર્ચ થાય તેવો માર્ગ લઈ રહ્યો છે, પૃથ્વીથી 1 મિલિયન માઈલ (1.6 મિલિયન કિલોમીટર) ઉડાન ભરશે અને એપ્રિલના અંત સુધીમાં ચંદ્ર પર ઉતરશે.તેની વિપરીત નાસાનું ઓરિયન ક્રૂ કેપ્સ્યુલે ગયા મહિને ચંદ્ર સુધી પહોંચવામાં 5 દિવસનો સમય લીધો હતો. સ્પેસ લેન્ડર ચંદ્રની નજીકની બાજુના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં 87 કિલોમીટરથી વધુ અને માત્ર 2 કિલોમીટરથી વધુ ઊંડે એટલાસ ક્રેટર તરફ જવાનું લક્ષ્ય રાખશે. તેના ચાર પગ લંબાવ્યા બાદ લેન્ડર 7 ફીટ કરતાં વધુ ઊંચું છે.
મંગળની આસપાસ પહેલેથી જ વિજ્ઞાન ઉપગ્રહ છે
મંગળની આસપાસ પહેલેથી જ વિજ્ઞાન ઉપગ્રહ છે ત્યારે યુએઈ ચંદ્રનું પણ અન્વેષણ કરવા માંગે છે. તેના રોવરને દુબઈના શાહી પરિવારના નામ પરથી રશીદ નામ આપવામાં આવ્યું છે, તેનું વજન માત્ર 22 પાઉન્ડ (10 કિલો) છે અને તે લગભગ 10 દિવસ સુધી ચંદ્રની સપાટી પર કાર્યરત રહેશે.