સુરત સચિન GIDC ની રામેશ્વર કોલોનીના શૌચાલયમાં (Toilet) ગયેલા યુવકને લોકોએ ચોર (Thief) સમજી જાહેરમાં મેથીપાર્ક આપ્યો હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તપાસમાં યુવક બાજુની જ સોસાયટીનો રહેવાસી નીકળતા મામલો આખરે સમાધાન સાથે પૂરો થયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઘટના જીઆઇડીસી માં આવેલા રામેશ્વર કોલોની છે. કોલોની શૌચાલયમાં શૌચ માટે ગયેલા યુવકને લોકોએ ચોર સમજી પકડી લીધો હતો. ત્યારબાદ જાહેરમાં રસ્તા પર સુવડાવી વાળ પકડી લાફા માર્યા હતા. સ્થાનિક લોકોએ બહારથી આવેલ આ યુવક પર તૂટી પડતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. કેટલાક અજાણા વ્યક્તિએ યુવક સાથે થયેલી હથાપાઈનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.
વધુ જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જ જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી. કહેવાય રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો છે. પોતાના વર્ચસ્વના જોડે અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. જોકે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચતાં તપાસ શરૂ થઈ હતી. પોલીસે તપાસ કરતા કઈક અલગ જ વાત બહાર આવી હતી. ખરેખર યુવક અન્ય સોસાયટીમાં શૌચાલય કરવા ગયો હતો અને લોકોએ ચોર સમજી તેને મેથીપાક ચખાડ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના અંગે સચિન GIDCના પી.આઈ એ જે ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત મોડી રાત્રે મારી પાસે આવ્યો હતો. જેને લઇ વીડિયોમાં દેખાઈ રહેલ ઈસમોને મેં રાત્રે જ પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી હતી. ત્યારે ખરેખર જાણવા મળ્યું હતું કે રામેશ્વર કોલોનીની સોસાયટીની બાજુમાં જ આવેલ એક સોસાયટીમાં લોકો માર મારતા હતા તે યુવક રહેતો હતો. તે યુવક બાર ફરતો હતો ત્યારે શૌચ ક્રિયા કરવા માટે બાજુની સોસાયટીમાં આવેલ શૌચાલયનો ઉપયોગ કરી ત્યાં પહોંચી ગયો હતો. જોકે સ્થાનિક લોકો તેને ન ઓળખતા તેની ઉપર શંકા વ્યક્ત કરી હતી. અને સ્થાનિક લોકોએ યુવક અહીં ચોરી કે અન્ય કોઈ ગરઇરાદે આવ્યો હોવાની શંકા રાખી મેથીપાક ચખાડી છોડી મૂક્યો હતો.
પી.આઈ એ વધુમાં જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી માં પરપ્રાંતીઓ અને કામદાર વર્ગના લોકો વધુ રહેતા હોય છે. અહીં અવારનવાર ચોરીઓ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ઉપરાંત અહીં કારીગર અને કામદાર વર્ગ વધુ હોવાથી લોકો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. જેને લઇ આ યુવક પોતાના ઘરનું શૌચાલય છોડીને બાજુની સોસાયટીના શૌચાલય નો ઉપયોગ કરતા લોકોને તેની પર શંકા ગઈ હતી.
વિડીયો વાયરલ થયા બાદ મોડી રાત્રે મેં બંને યુવકોને બોલાવ્યા હતા અને તેના પરિવાર પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અને તપાસ કરાવી ત્યારે જાણ થઈ કે યુવક તેમની બાજુની સોસાયટીમાં જ રહેતો હતો. જોકે સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ થોડા સમયમાં જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો અને તમામ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.