Business

“ટાઈગર અભી જિંદા હે” બિહાર ચૂંટણી પરિણામો પહેલા પટનામાં નીતિશ કુમારના પોસ્ટર લાગ્યા

બિહાર ચૂંટણીના પરિણામો પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. પટનામાં જેડીયુ કાર્યાલયની બહાર ભૂતપૂર્વ મંત્રી રણજીત સિંહાએ “ટાઈગર અભી જિંદા હે” લખેલું પોસ્ટર લગાવ્યું છે. જેમાં નીતિશ કુમારને સમાજના તમામ વર્ગોના રક્ષક તરીકે બતાવવામાં આવ્યા છે.

આ પોસ્ટર જેડીયુના કાર્યકરોની નીતિશ કુમાર પ્રત્યેની વફાદારી અને સમર્થન બતાવે છે. રણજીત સિંહાએ કહ્યું કે નીતિશ કુમાર બિહારના લોકો માટે સતત કામ કરતા રહ્યા છે અને તેઓ આજે પણ બિહારની રાજનીતિમાં સૌથી મજબૂત નેતા છે. આ પોસ્ટર ચૂંટણી પહેલા જેડીયુ કાર્યકરોના આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે.

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષી મહાગઠબંધન અને NDA વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ટક્કર જોવા મળી રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે જો NDA ફરી સત્તામાં આવશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને. જોકે NDAના નેતાઓએ આ દાવાને ખોટો ઠેરવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે “મુખ્યમંત્રી પદ માટે કોઈ ખાલી જગ્યા નથી.” એટલે કે NDAના નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર નીતિશ કુમાર જ રહેશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું કે “અમને કોઈ મૂંઝવણ નથી. NDAનો ચહેરો નીતિશ કુમાર જ છે.”

જેડીયુ કાર્યકરોનું કહેવું છે કે નીતિશ કુમાર બિહારના વિકાસ માટે સતત કાર્યરત છે અને “ટાઈગર અભિ જિંદા હે” પોસ્ટર એનો જ સંદેશ આપે છે કે તેઓ હજી પણ મજબૂત નેતા છે.

ચૂંટણી અને પરિણામો
બિહારમાં મતગણતરી તા. 14 નવેમ્બરે થવાની છે. અગાઉની ચૂંટણીમાં NDAએ 125 બેઠકો જીતી હતી જ્યારે વિપક્ષી મહાગઠબંધનને 110 બેઠકો મળી હતી. જેડીયુએ 43 અને ભાજપે 74 બેઠકો જીતી હતી. આ વખતે પણ NDAમાં આત્મવિશ્વાસ છે અને કાર્યકરો વિજયની તૈયારી કરી રહ્યા છે.

Most Popular

To Top