National

મણિપુરમાં ત્રણ લોકોની હત્યા: ત્રણેય લાકડું લેવા મેઇતેઈ ગયા હતા, કુકી સમુદાયે ઓચિંતો હુમલો કર્યો

ઇંમ્ફાલ: મણિપુરના (Manipur) બિષ્ણુપુરમાં પોલીસે આજે ગુરુવારે ત્રણ લોકોના મૃતદેહ (Dead Body) બહાર કાઢ્યા હતા. તે તમામ મેઇતેઈ (Meitei) સમુદાયના છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ચાર લોકો કુંભી હાઓતક વિસ્તારમાં આવેલા જંગલમાં લાકડા લેવા માટે ગયા હતા. ત્યારથી પાછા આવ્યા ન હતા.

તેમજ પ્રાપ્ત વિગતો મુજબ ગુમ થયેલા લોકોના નામ ઓઈનામ રોમૈન, અહાન્થેમ દારા, થોડમ ઈબોમચા અને થોડમ આનંદ જણાવવામાં આવ્યા છે. આ તમામ અકાસોઈ વોર્ડ નંબર 7ના રહેવાસી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જે મૃતદેહો મળી આવ્યા છે તે ચાર ગુમ થયેલા લોકોમાંથી ત્રણના છે. એકની શોધ ચાલુ છે.

જણાવી દઇયે કે હાઓતક ફેલેન ગામ બિષ્ણુપુર જિલ્લાની સરહદ પર ચુરાચંદપુરથી 38 કિમી દૂર આવેલું છે. આ સાથે જ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાથી શરૂ થશે.જે પૈકી રાજ્ય સરકારે બુધવારે સાંજે મંજૂરી આપી હતી.

કુકી સમાજનો દાવો – ચાર હુમલાખોરો માર્યા ગયા
કુકી બદમાશોએ કુમ્બી હાઓતક વિસ્તારમાં ડાંગરના ખેતરોમાં કામ કરતા મેઇતેઈ લોકો પર બોમ્બથી હુમલો કર્યો હતો. જે બાદ ગભરાયેલા ગ્રામજનોએ સલામત સ્થળે આશરો લીધો હતો. નજીકમાં તૈનાત સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ કુકી તરફથી ગોળીબાર બંધ થઈ ગયો.

કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના મીડિયા અને ડોક્યુમેન્ટેશન સેલે તેના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, બિષ્ણુપુર લમકા સરહદના કુકી ગામના લોકોએ ચાર હુમલાખોરોને મારી નાખ્યા હતા.

જાન્યુઆરી 1: થૌબલમાં 3 લોકોની ગોળી મારી હત્યા, 11 ઘાયલ
નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુરમાં હિંસા થઈ હતી. અહીં 1 જાન્યુઆરીએ થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. હિંસા બાદ, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.

મણિપુરમાં 30 આતંકવાદી જૂથો ફરી સક્રિય, 2019 થી ભૂગર્ભમાં હતા
4 ડિસેમ્બરે મણિપુરના તેંગનોપોલ જિલ્લાના લીથુ ગામ પાસેના જંગલમાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ મેઈતેઇઓ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ), મેઈતેઈ આતંકવાદી જૂથ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (આરપીએફ) ની રાજકીય વીંગના છે અને હથિયારોની તાલીમ માટે મ્યાનમાર જઈ રહ્યા હતા.

Most Popular

To Top