અમદાવાદ : અમદાવાદ શહેરના બાપુનગર શાંતિનગર ભવાની ચોક ખાતે એસઓજીની ટીમે દરોડો પાડતા અબ્દુલ કાદિર અને તેની પત્ની ગાંજો વેચી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે અબ્દુલ કાદિરની પત્ની સોનુંબાનું, રફીક શેખ અન્ય એક મહિલાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંદાજે 7 કિલો ગાંજો કિંમત રૂપિયા પાંચ કરોડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.