અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલ તારીખ 17 ડિસેમ્બરના રોજ વહેલી સવારે જુદી જુદી શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ અંગેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરતા આ ધમકી ભર્યો ઈમેલ મુનરો ક્લીકેલ મુનરોક્લીકે800 એટધરેટ હોટમેઈલ ડોટકોમ તથા મેઝી લોબ્મચર તેમજ સંતોષજી સંતોષજીના નામે વિદેશી સર્વરથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ સાયબર માફિયો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. હિરપરાએ ધમકીભર્યા ઈ-મેલ અંગે સાયબર માફિયાઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ત્રણ જુદા જુદા ઇમેલ એડ્રેસ પરથી આ ધમકી મેલ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન મુનરો ક્લીકેલ, મેઝી લોબ્મચર અને સંતોષ જી સંતોષજી વગેરે નામની ખોટી ઓળખ ઉભી કરી અલગ અલગ અજાણ્યા ઈ-મેલ આઇડી થી શહેરની જુદી જુદી સ્કૂલોના ઇ-મેલ આઇડી ઉપર બોમ્બ બ્લાસ્ટ એટ ધ રેટ 1.11 PMના વિષય હેઠળ અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કુલ ટુ સાબરમતી જેલ વગેરે જેવા લખાણ લખી પૂર્વ આયોજિત કાવતરું રચી, લોકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના ઇરાદા થી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઇ-મેલ કર્યા હોવાનો બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે ઇ-મેલ આઇડીના આધારે તેમજ જે સર્વરમાંથી ઈ-મેલ આવ્યો છે, તે વિદેશી સર્વરની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.