National

મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, મુકેશ અને નીતા અંબાણી…

મુંબઈઃ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Reliance Foundation Hospital) ને ઉડાવી દેવાની ધમકી (Threat) નો મામલો સામે આવ્યો છે. આ ધમકી આજે બપોરે 12:57 વાગ્યે અજાણ્યા નંબર પરથી આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકીભર્યા ફોન કોલ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે મુંબઈ પોલીસ (Mumbai Police) ને આ માહિતી આપી હતી. જે બાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં બોમ્બની ધમકી
  • બપોરે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી
  • મુકેશ અને નીતા અંબાણીને પણ મારી નાખવાની ધમકી આપી

પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફોન કરનારે મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલની લેન્ડ લાઇન પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે અંબાણી પરિવારને ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

અગાઉ પણ મળી ચુકી છે ધમકી
પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ધમકીઓ મળી હતી. તે સમયે પણ મુંબઈની એ જ HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર 9 ફોન કોલ આવ્યા હતા. ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. તે સમયે પણ મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ પણ કરી હતી. જોકે, બાદમાં આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top