Gujarat

અમદાવાદની 10 થી વધુ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ : અમદાવાદ શહેરની દસથી વધુ શાળાઓને ફરીથી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે શાળાઓમાં ધમકી મળી હતી તે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ બાદ કંઈ જ વાધાજનક ચીજ વસ્તુઓ મળી ન હતી. બીજી તરફ સુરક્ષા કારણોસર કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે ફરી એક વખત અમદાવાદ શહેરની દસથી વધુ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ પોલીસને તેની જાણ કરી હતી.

અમદાવાદ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ, ડીપીએસ, સ્વયંમ સ્કુલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચો તેમજ કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડીયા સહિત 10 થી વધુ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ અંગેની જાણ પોલીસ થતાં પોલીસ અધિકારીનો કાફલો, ડોગ સ્કવોડ બોમ્બ સ્કવોડ સહિતની ટીમ શાળાઓમાં પહોંચી, શાળાઓના કેમ્પસ તથા સંકુલમાં તપાસ હાથ ધરી હતી, તપાસ કોઈ જ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી ન હતી. આ ધમકીભર્યા ઈ-મેલની સાઇબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.

Most Popular

To Top