Entertainment

લોરેન્સ બિશ્નોઈએ ઝેર ઓક્યું, કહ્યું- સિક્યોરિટી હટતાં જ સલમાન ખાનને મારી નાંખીશ, ઈમેલ કરી આપી ચેતાવની

નવી દિલ્હી: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી ચર્ચામાં છે. હાલમાં જ જેલમાંથી (Jail) એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુના (interview) કારણે તે ચર્ચામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે ઘણી વાતો કહી છે. આ સાથે તેણે ફરી એકવાર સલમાન ખાનને ધમકી આપી છે. આ ઈન્ટરવ્યુમાં જોઈ શકાય છે કે લોરેન્સે ખુલ્લેઆમ કબૂલાત કરી છે કે તે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સલમાન ખાનને મારવા માંગે છે. અને તેને માર્યા પછી જ તે ગુંડો બનશે. વાતચીત દરમિયાન જ્યારે એન્કરે લોરેન્સને સલમાન ખાનને લગતો સવાલ પૂછ્યો તો તેણે જવાબ આપ્યો કે જો હું તેને પહેલા જ મારી નાંખતે. આ ઉપરાંત તેણે ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે જે દિવસે સલમાનની સિક્યોરિટી હટાવવામાં આવી તે દિવસ સલમાનના જીવનનો અંતિમ દિવસ હશે.

શનિવારે સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે ઓફિશિયલ મેઈલ આઈડી પર મુકેશ ગર્ગ તરફથી ધમકીભર્યો મેલ આવ્યો હતો. તેણે કહ્યું કે આ મેલમાં લખવામાં આવ્યું છે કે ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર) ને તમારા બોસ સલમાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ (લોરેન્સ બિશ્નોઈ) જોયો જ હશે અને જો તેણે જોયો નથી તો તે જોશે. જો તમે મામલો બંધ કરવા માગો છો, વાત પૂરી કરો, તમે શું કરવા માંગો છો તે રૂબરૂ જણાવો. મેનેજરની ફરિયાદ બાદ પોલીસે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 120 (બી), 34 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો છે.

ગેંગસ્ટરે અભિનેતાને કહ્યું કે તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી પડશે, નહીં તો તેણે આ માટે મોટું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ ઈન્ટરવ્યુમાં લોરેન્સે વધુમાં કહ્યું હતું કે હાલ તે તે ગુંડો નથી, પરંતુ સલમાનને માર્યા બાદ તે ચોક્કસપણે એક મોટો ગુંડો બની જશે. તેણે વધુમાં જણાવ્યું કે તેના જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે જો તે માફી માંગશે તો મામલો ખતમ થઈ જશે.

લગભગ એક વર્ષ પહેલા એક પત્ર સામે આવ્યો હતો જે સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી થશે. 2018માં પહેલીવાર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી સલમાન ખાન આ ગેંગના નિશાના પર છે. વાસ્તવમાં સલમાન ખાન 1998ના કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા છે. હવે લોરેન્સ બિશ્નોઈ અભિનેતા પાસેથી આ પીડિતનો બદલો લેવા માંગે છે. તેણે પોતે જ ખુલાસો કર્યો છે કે 2018માં તેણે સલમાનની હત્યાનું સંપૂર્ણ કાવતરું પણ ઘડ્યું હતું.

લોરેન્સે અગાઉ કહ્યું હતું કે જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને બિશ્નોઈ સમાજ જે કાળિયાર હરણની પૂજા કરે છે તેનો શિકાર કર્યો હતો. તેના મનમાં ત્યારથી જ સલમાન પ્રત્યે ગુસ્સો છે. લોરેન્સે કહ્યું હતું, ‘સલમાને અમારા સમાજને નીચો બતાવ્યો છે. અમે તેનું અભિમાન તોડીશું.

Most Popular

To Top