હઝરત અબ્દુલ હમીદ મોહમ્મદ સલીમુલ કાદરીનું રવિવારે ઉત્તર પ્રદેશ (up)ના બદાયુંમાં નિધન (Death) થયું હતું. જલદી જ લોકોને તેના મોતની જાણ થતાંની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો હતો અને લોકો તેમના અંતિમ દર્શન માટે દૂરદૂરથી બદાયું આવવા લાગ્યા હતા. એક અંદાજ મુજબ બપોર સુધીમાં તેની અંતિમ યાત્રા (funeral)માં લાખો લોકો એકઠા થઈ ગયા હતા.
કાઝી મોહમ્મદ સલીમુલ કાદરીના મૃત્યુ પછી, તેમના શરીરના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર માટે કોરોના પ્રોટોકોલ (covid protocol)ના ઉલ્લંઘનમાં એક વિશાળ ટોળું ઉમટ્યું હતું. લોકોએ લોકડાઉન (lock down)નું ખુલ્લેઆમ ઉલ્લઘંન કર્યું હતું અને સામાજિક અંતરની અવગણના કરી હતી. સૌથી મોટી વાત એ છે કે પોલીસ અને પ્રશાસનને પણ તેના વિશે જાણ નહોતી. કોરોનાને લગતા વહીવટીતંત્રની આ એક મોટી ભૂલ છે, જેનાથી ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે. આ અંગે કોઈ અધિકારી કંઈપણ બોલવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે, યુપીમાં કોરોના વાયરસના વિનાશને ધ્યાનમાં રાખીને સરકારે માત્ર 20 લોકોને અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મંજૂરી આપી છે. જો કે કાઝીના મૃત્યુ પછી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો વચ્ચે કોઈ પણ જાતનું સામાજિક અંતર નહોતું.
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. કોવિડ પ્રોટોકોલ સંપૂર્ણ અવગણવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આ બેદરકારીને કારણે રાજ્યમાં કોરોના વિસ્ફોટનું જોખમ વધ્યું છે. આ બાબતે એસએસપી બદાયું સંકલ્પ શર્માએ ફોન પર જણાવ્યું હતું કે કોટવાલીમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કલમ 188, 269, 270 અને રોગચાળો અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..