ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમે ઓસ્ટ્રેલિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ એલેક્સ કેરીના સ્ટમ્પિંગ દરમિયાન ખેલદીલીની ભાવનાનું પાલન કર્યું નથી. તેણે કહ્યું કે આ રીતે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાથે બીયર પાર્ટી કરી શકશે નહીં. ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટો વિવાદાસ્પદ સંજોગોમાં રનઆઉટ કરવા મામલે મફતનું જ્ઞાન આપનાર બ્રેન્ડન મેક્કુલમ ભૂલી ગયા કે જ્યારે તે ન્યૂઝીલેન્ડ માટે રમી રહ્યો હતો ત્યારે તેણે પોતે આવું કર્યું હતું અને તે પણ તેણે એકવાર નહીં પણ ત્રણવાર આવું કરી ચુક્યો છે.
તેણે સૌથી પહેલા 2005માં ન્યૂઝીલેન્ડની ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસે ગઇ હતી ત્યારે 11માં ક્રમે બેટીંગમા આવેલા ક્રિસ એમપોફૂને અને તે પછી 2006માં ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને આવી રીતે રનઆઉટ કર્યા હતા ત્રીજીવાર આવી રીતે તેનો શિકાર બીજો કોઈ નહીં પણ ઈંગ્લિશ ટીમનો બેટ્સમેન પોલ કોલીંગવુડ 2009માં બન્યો હતો. તે સમયે પણ મેકુલમે આવી જ રીતે સ્ટમ્પ પાછળથી પોલ કોલિંગવુડને આઉટ કર્યો હતો. આજે જ્યારે તે ઈંગ્લેન્ડનો કોચ છે અને એલેક્સ કેરીએ આ કર્યું ત્યારે તે ખેલદીલીની વાત કરી રહ્યો છે. બીજી ટેસ્ટમાં બેયરસ્ટોના વિવાદી રનઆઉટ પછી ઈંગ્લેન્ડના કોચ મેક્કુલમે સંકેત આપ્યો હતો કે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાથેની સીરિઝ પછીની બીયર પાર્ટીમાં તે સામેલ નહીં થાય.
બેયરસ્ટોના સ્ટમ્પિંગથી તેની ટીમ નારાજ છે. મેક્કુલમે કહ્યું, હું હવે તેમની સાથે બીયર પીવાની કલ્પના કરી શકતો નથી. મને લાગે છે કે તે ખેલદીલી વિશે છે અને જ્યારે તમે વધુ પરિપક્વ બનો છો ત્યારે તમારે ગેમ સ્પીરિટને સુરક્ષિત કરવાની જરૂર છે.
જો કે મેકુલમે જ્યારે પોતે આવી રીતે એક નહીં પણ ત્રણવાર સામેની ટીમના ખેલાડીઓને રનઆઉટ કર્યા હતા ત્યારે તેની ખેલદીલીની ભાવના ક્યાં મરી પરવારી હતી તે જરા સમજાવશે? મેકુલમે ન્યૂઝીલેન્ડ વતી રમતી વખતે કરેલા આવા ત્રણ જાણીતા કૃત્યો પર એક નજર મારી લઇએ.
2005માં ક્રિસ એમપોફૂને આઉટ કરાયો
જો ઓવર પછી પોતાના પાર્ટનર સાથે કેઝ્યુઅલ ચેટ કરી રહેલા બેટ્સમેનને સ્ટમ્પ કરવું ખોટું છે, તો જ્યારે કોઈ ખેલાડી તેના પાર્ટનરની ફિફ્ટી સેલિબ્રેટ કરી રહ્યો હોય ત્યારે તેને રનઆઉટ કરવો તે કેટલું વધારે છે? ન્યૂઝીલેન્ડે 2005માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો, જેમાં બે ટેસ્ટ મેચની શ્રેણી સામેલ હતી. બીજી ટેસ્ટમાં જ્યારે ઝિમ્બાબ્વે બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તે 254 રનથી પાછળ હતી. થોડી જ વારમાં 60મી ઓવરમાં સ્કોર 185/9 થઈ ગયો. તેણે ડેનિયલ વિટોરીની આગલી ઓવરના પ્રથમ બોલ પર સ્ટ્રાઇક કરી અને મિડ-વિકેટ પર એક જ શોટ વડે તેની અડધી સદી પૂરી કરી. તેઓએ બીજા છેડે ઉજવણી કરવાનું શરૂ કર્યું અને ડ્રેસિંગ રૂમમાં પણ ઉજવણી થઈ. આ સમયે, તેનો સાથી અને ઝિમ્બાબ્વેનો નંબર 11 ક્રિસ એમપોફુ ઉજવણીમાં સામેલ થવા માંગતો હતો અને રન પૂરો કરીને તેની તરફ ચાલ્યો હતો. આ દરમિયાન, વિટોરીએ બોલ ઉપાડીને મેક્કુલમ તરફ ફેંક્યો, જેણે બેલ્સ ઉડાવી દીધા. એમપોફુ સ્તબ્ધ દેખાતો હતો અને ડ્રેસિંગ રૂમની ઉજવણી ટૂંક સમયમાં પેક-અપ મોડમાં ફેરવાઈ ગઈ હતી.
2006માં મુથૈયા મુરલીધરનને રન આઉટ કર્યો
મેક્કુલમે એક વર્ષ પછી ફરી આવું કર્યું. 2006માં ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડના બે મેચના ટેસ્ટ પ્રવાસની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકા બીજા દાવમાં 52 રનથી પાછળ હતી. કુમાર સંગાકારાએ 154 બોલમાં શાનદાર સદી ફટકારીને શ્રીલંકાને 99/8 થી 170/9 સુધી પહોંચાડ્યું. પરંતુ જે શોટ તેને તેની સદી સુધી લઈ ગયો હતો તે જ બોલ પર વિકેટ પણ પડી હતી. વાસ્તવમાં, જ્યારે સંગાકારા ઉજવણીમાં તેનું બેટ ઊંચું કરી રહ્યો હતો ત્યારે, નોન-સ્ટ્રાઈકર મુથૈયા મુરલીધરન તેના પાર્ટનરને અભિનંદન આપવા માટે ગયો હતો જ્યારે તેણે તેનું બેટ બીજા છેડે ક્રિઝની અંદર મૂકીને આગળ વધ્યો ત્યારેર મેક્કુલમે ડીપમાંથી મળેલા થ્રો પર બેઈલ્સ ખેરવી નાંખી હતી,.
આ બંને રન-આઉટ રમતના નિયમો હેઠળ હતા (કારણ કે બોલ ડેડ ન હતો), પરંતુ એ પણ સાચું હતું કે બેમાંથી કોઈ બેટ્સમેન રન લેવા માગતા ન હતા. તેમ છતાં, તે સમયે ‘ક્રિકેટની ભાવના’ પર ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ હતી. 2009ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આવી જ એક ઘટના બની હતી. લીગ તબક્કાની 10મી મેચમાં, ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને 11મી ઓવરના છેલ્લા બોલ પર, પોલ કોલિંગવૂડે કાયલ મિલ્સના ઓફ સ્ટમ્પની બહાર ફેંકાયેલા શોર્ટ બોલને છોડીને પછી પોતાના પાર્ટનર સાથે ચેટ કરવા ગયો. લગભગ કેરીની જેમ જ તે સમયે મેક્કુલમ પણ સ્ટમ્પ પર બોલ ફેંકીને અપીલ કરી હતી અને કોલિંગવુડને આઉટ જાહેર કરાયો હતો. જો કે, તત્કાલીન કેપ્ટન વિટોરીએ ઘણી ચર્ચા બાદ પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી અને કોલિંગવૂડ સાથે હાથ મિલાવ્યા હતા.