ભરૂચ,જંબુસર : રાજયભરમાંથી ભાગીને આવેલા પ્રેમી-પંખીડા (Lover-birds)ઓ માટે લગ્ન નોંધણી (Marriage registration) માટે આખા ભરૂચ (Bharuch) જિલ્લાના આમોદ પાસે આવેલું રાણીપુરા (Ranipura) ગ્રામ પંચાયત સ્વર્ગ સમાન બની છે. જાન્યુ-ડિસે-2022 આખા વર્ષમાં રાણીપુરા ગ્રામ પંચાયત ખાતે 39 લગ્નની નોંધણી કરવામાં આવી છે. અચરજની વાત એ છે કે ગામના માત્ર બે જ લગ્ન નોંધાયેલા છે જયારે 37 લગ્નો ગુજરાત રાજયના અન્ય શહેરોમાંથી આવેલા યુગલોના લગ્નો નોંધાયા છે.
- વિતેવા વર્ષમાં ગ્રામપંચાયતમાં નોંધાયેલા 37 લગ્નો બહારના, ગામના માત્ર બે જ
- માત્ર 700 લોકોની વસ્તી ધરાવતા ગામ લગ્નની નોંધણી માટે પ્રખ્યાત
અંદાજે 600 થી 500 વસ્તી ધરાવતા રાણીપુરા ગામમાં 365 દિવસમાં 39 લગ્નો થયા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. કાયદાકીય રીતે લગ્નની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત છે. આખા ગુજરાતમાં પ્રેમીયુગલો બનવા ભરૂચ જિલ્લાનું એક ગામ ચર્ચાના એરણે છે. રાણીપુરા ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી ક્રમાંકઃ38/2022,તા.15/12/2022થી નોંધાયેલ લગ્ન બાબતે અરજદાર ગોપાલભાઈ રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં આ ખુલાસો થયો છે. આરટીઇના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, રજિસ્ટરની પ્રમાણિત નકલોની ચકાસણી કરતાં રાણીપુરા ગામના બે જ લગ્નની નોંધણી થયેલ છે. જયારે અન્ય 37 (સાડત્રીસ) લગ્નની નોંધણી રાજયના ગોત્રી (વડોદરા), ખેડા, અંકલેશ્વર, પાદરા, કરજણ, મહુધલા(ભરૂચ), ધોધંબા ( પંચમહાલ), પલગામ( વલસાડ), કડિયાદરા (ઇડર-સાબરકાંઠા), મંગલેશ્વર ( ભરૂચ), રાજપરા નાવરા (નાંદોદ-નર્મદા), પાનોલ (ઇડર-સાબરકાંઠા), સુરત, ડભોઇ, વડોદરા, ભરૂચ, જંબુસર અને આમોદ તાલુકાનો સમાવેશ થાય છે. ભાગીને લગ્ન કરવાવાળા રાણીપુરા ગ્રામ પંચાયતને જ કેમ પસંદ કરે છે…??? અનેક પ્રશ્નો ઉદ્દભવતા અરજદારને શંકા ઊભી થઇ રહી છે.
ભરૂચ-અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની 6 કોમર્શિયલ બિલ્ડીંગ અને 11 દુકાનો સીલ
ભરૂચ, અંકલેશ્વર : ભરૂચ સહિત અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC નહીં લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. રીજનલ મ્યુનિસિપલ કમિશનર અને રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ભરૂચ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી દ્વારા રવિવારે ટીમ સાથે નીકળી અલફલક કોમર્શિયલ બિલ્ડિંગને આખે આખું સીલ કરી દેવાયું હતું. સાથે જ શક્તિનાથ અંબર સંકુલ, આશિયાના, સ્ટાર હાઈટ્સ અને કિંગડમ હાઇરાઈઝ બિલ્ડિંગમાં આવેલી 4 કોમર્શિયલ દુકાનોને સીલ કરી દેવાઈ હતી. ભરૂચમાં 17 હાઈરાઈઝ બિલ્ડિંગ સાથે 50 બિલ્ડિંગો અને દુકાનોમાં અવાર નવારની પાલિકાની નોટિસો છતાં ફાયર એન.ઓ.સી. મેળવાઈ નથી. જેમની સામે હવે સિલિંગની કાર્યવાહી થઈ રહી છે. અંકલેશ્વર પાલિકા મુખ્ય અધિકારી કેશવ કોલડીયાએ ફાયર એન.ઓ.સી. વિનાની 5 કોમર્શિયલ બિલ્ડિંગ અને 7 કોમર્શિયલ દુકાનોને સિલિંગની કાર્યવાહી કરાઈ રહી હોવાની માહિતી આપી હતી. અંકલેશ્વરમાં ફાયર સેફટી વિનાની 22 કોમર્શિયલ બિલ્ડિંગ અને 4 એસેમ્બલી હોલ સામે હાલ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.