World

શાહરૂખ ખાનના આ ગીતે શુભાંશુ શુકલાને અવકાશમાં જવા પ્રેરણા આપી, ઉડાન ભરતી વખતે પણ સાંભળ્યું..

ઘણા મહિનાઓની રાહ જોયા પછી નાસા અને ઈસરોનું સંયુક્ત મિશન એક્સિઓમ-04 આજે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્પેસએક્સના ડ્રેગન વિમાનમાં 4 અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થયા છે. જેમાં શુભાંશુ શુક્લા છેલ્લાં 41 વર્ષમાં અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બન્યા છે .

શુભાંશુ શુક્લાની આ ઉડાન પર આખા દેશની નજર હતી. પણ શું તમે જાણો છો કે શુભાંશુને અવકાશમાં જવાની પ્રેરણા શાહરૂખ ખાનના આ ગીતથી મળી હતી.

શાહરૂખના આ ગીતથી પ્રેરણા મળી
શુભાંશુએ શાહરૂખના ગીતમાંથી પ્રેરણા લીધી આ વાત સાચી છે. શુભાંશુ શુક્લાની એક્સિઓમ-04 પ્લેલિસ્ટ સામે આવી છે, જેમાં તેણે શાહરૂખ ખાનનું સુપરહિટ ગીત ‘યુ હી ચલા ચલ રાહી’ ઉમેર્યું છે. શુભાંશુએ આ ગીતને તેની લોન્ચ તારીખ માટે પસંદ કર્યું હતું. આ ગીત સાંભળતા સાંભળતા તેમણે અવકાશમાં ઉડાન ભરી હતી.

આ ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી
‘યુ હી ચલા ચલ રાહી’ ગીત શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ નું છે, જે 2004માં રિલીઝ થઈ હતી. સ્વદેશ ફિલ્મના આ ગીતમાં પ્રખ્યાત ગાયકો ઉદિત નારાયણ, કૈલાશ ખેર અને હરિહરને પોતાનો અવાજ આપ્યો છે. એઆર રહેમાને આ ગીત કમ્પોઝ કર્યું છે, જેના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે.

અન્ય અવકાશયાત્રીઓની પ્લેલિસ્ટમાં શું?
અન્ય અવકાશયાત્રીઓ વિશે વાત કરીએ તો મિશન કમાન્ડર પેગી વ્હિટસને ડ્રેગનનું ગીત ‘થંડર’ પોતાની પ્લેલિસ્ટમાં રાખ્યું હતું. આ ઉપરાંત સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કીએ ‘સુપરમૂઝ’ અને ટિબોર કાપુએ ‘બુવોહેલી’ પસંદ કર્યું હતું.

Most Popular

To Top