World

માઈક્રોસોફ્ટ સર્વરને ડાઉન કરવાની જવાબદારી આ વ્યક્તિએ લીધી, જણાવ્યું કારણ

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સિક્યોરીટી સર્વરમાં શુક્રવારે વૈશ્વિક આઉટેજને (Global outage) કારણે બેંકો, એરલાઇન્સ, મીડિયા આઉટલેટ્સ અને અન્ય સંસ્થાઓએ આઇટી લોકડાઉનનો (IT Lockdown) સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઘણા કર્મચારીઓએ 19 જુલાઇએ “બ્લુ સ્ક્રીન ઓફ ધ ડે” દિનની ઉજવણી કરી હતી, કારણ કે વિશ્વભરમાં આઈટી સેવાઓ ઠપ થઇ ગઈ હતી. પરંતુ સાયબર સુરક્ષાના મુખ્ય સ્ત્રોત ગણાતા ક્રાઉડસ્ટ્રાઇકે વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે આ સાયબર હુમલો નથી. સૉફ્ટવેર અપડેટમાં ખામીને કારણે આ આઉટેજ આવી છે.

ગઇકાલે 19 જુલાઇના રોજ વિશ્વભરમાં આઈટી સેવાઓ ખોરવાઈ ગઈ હતી ત્યારે થોડા કલાકો બાદ CrowdStrikeના CEO જ્યોર્જ કુર્ટ્ઝે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે જણાવ્યુ હતું કે સર્વરમાં થોડી સમસ્યાઓ જોવા મળી હતી. તેમજ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. પરંતુ આ સમગ્ર મામલે હવે સર્વર ડાઉન કરનારની ઓળખ થઇ ગઇ છે. અસલમાં વિન્સેન્ટ ફ્લીબુસ્ટર નામના નકલી ક્રાઉડસ્ટાઇક કર્મચારીએ આ સર્વર ડાઉનની જવાબદારી લીધી હતી.

વિન્સેન્ટની આ પોસ્ટ વાયરલ થઈ હતી
અસલમાં હાલના સમયની સૌથી મોટી IT કટોકટી પાછળ વિન્સેન્ટ ફ્લિબસ્ટિયર નામની વ્યક્તિ સામે આવી છે. હકીકતમાં વિન્સેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને CrowdStrikeનો કર્મચારી ગણાવ્યો હતો પોતાની પોસ્ટમાં, વિન્સેન્ટે ક્રાઉડસ્ટ્રાઈક ઓફિસમાં પોતાની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘ક્રાઉડસ્ટ્રાઈકમાં પ્રથમ દિવસ. નાનકડું અપડેટ કર્યું અને પછી બપોરે રજા લીધી. વિન્સેન્ટનો આ ફોટો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો અને લાખો લોકોએ આ ફોટાને પસંદ કર્યો હતો અને 36 હજારથી વધુ લોકોએ આ ફોટો શેર પણ કર્યો હતો.

ત્યારે લોકોએ વિન્સેન્ટના આ જુઠાણાને સત્ય માની લીધુ હતું. પરંતુ પાછળથી ખબર પડી હતી કે વિન્સેન્ટ માત્ર મજાક કરી રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લાખો લોકોએ વિન્સેન્ટના જૂઠને સત્ય તરીકે સ્વીકારી લીધું હતું. લગભગ બે કલાક પછી, વિન્સેન્ટે બીજી પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. ત્યારે વિન્સેન્ટે લખ્યું હતું કે ‘સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર તરીકે ક્રાઉડસ્ટ્રાઈકમાં તેનો પહેલો દિવસ હતો અને તેના ઉત્સાહમાં તેણે એક નાનું અપડેટ કર્યું અને પછી ઘરે ગયો, પરંતુ કદાચ મારે આવું ન કરવું જોઈતું હતું. મારે ચેક કર્યા વિના અપડેટને સિસ્ટમમાં નાખવુ જોઈએ નહીં. જેના કારણે ટેક્નિકલ સમસ્યા સર્જાઈ અને મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

વિન્સેન્ટ એક વ્યંગ લેખક છે જે નોર્ડપ્રેસ નામની બેલ્જિયન પેરોડી ન્યૂઝ વેબસાઇટ ચલાવે છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં વિન્સેન્ટે કહ્યું હતું કે, લોકો એવી વાર્તાઓ વિશ્વાસ કરે છે કે જે તેમની પૂર્વ ધારણાઓ સાથે મેળ ખાય છે. માઇક્રોસોફ્ટના સર્વર ડાઉનની જવાબદારી કોઇએ લીધી નથી અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના કાવતરાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને એવી વ્યક્તિની જરૂર છે જે તેની જવાબદારી લે. લોકોને નવી માહિતી જોઈતી હતી અને નકલી માહિતી હંમેશા નવી હોય છે કારણ કે તે બીજે ક્યાંય વાંચવામાં આવી નથી. વિન્સેન્ટે કહ્યું કે તેથી જ તેણે માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવા માટે જવાબદારી લીધી હતી. ઘણા વપરાશકર્તાઓ વિન્સેન્ટની મજાકને સત્ય સમજી ગયા હતા.

Most Popular

To Top