જીનીવાઃ હાલમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે ખળભળાટ મચાવી દીધો છે. WHOએ જણાવ્યું કે કોરોનાના નવા વેરિયન્ટનું નામ XE છે. પ્રાથમિક અભ્યાસમાં સંકેત મળ્યો છે કે આ નવો વેરિયન્ટ BA.2 કરતા પણ 10 ગણો ચેપી છે. આ નવો વેરિયન્ટ 10 ગણું સંક્રમણ વધારશે. અત્યાર સુધીના કોવિડનાં ત્રણ હાઈબ્રીડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇનની જાણકારી મળી છે. જેમાં પહેલો – XD, બીજો – XF અને ત્રીજો – XE છે, આમાંથી પહેલો અને બીજો વેરિયન્ટ ડેલ્ટા અને ઓમીક્રોનને જોડીને ઉત્પન થયો છે. જ્યારે ત્રીજો ઓમીક્રોન સબ વેરિયન્ટનો હાઈબ્રીડ સ્ટ્રેન છે.
- કોરોનાના નવા વેરિઅન્ટ XEથી દુનિયા તણાવમાં WHOએ આપી ચેતવણી
- નવો વેરિયન્ટ ઓમિક્રોનના BA.2 વેરિયન્ટ કરતાં 10 ગણો વધુ ચેપી
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, બ્રિટનમાં પ્રથમ વખત નવું વેરિઅન્ટ મળ્યું છે
XF બ્રિટિશ ડેલ્ટા x BA.1 વંશનો છે. તેમાં BA.1 ના સ્પાઇક અને માળખાકીય પ્રોટીન છે પરંતુ ડેલ્ટાના જીનોમનો માત્ર 5મો ભાગ છે. XE વેરિઅન્ટ બ્રિટિશ ડેલ્ટા BA.1 x BA.2 વંશનો પણ છે. તે BA.2 માંથી સ્પાઇક અને માળખાકીય પ્રોટીન ધરાવે છે પણ તેમાં BA.1 ના જીનોમનો માત્ર પાંચમો ભાગ છે. હાલમાં તેમાં અનેક સિક્વન્સ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાના XE વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે.
નવા વેરિયન્ટનાં 600 કેસો મળી આવ્યા
WHO એ જણાવ્યું કે XE વેરિઅન્ટ સૌપ્રથમ યુનાઇટેડ કિંગડમમાં 19 જાન્યુઆરીએ મળી આવ્યું હતું. અત્યાર સુધીમાં 600 થી વધુ કેસો આ વેરીયન્ટna મળી આવ્યા છે. પ્રારંભિક અભ્યાસો અનુસાર, XE પ્રકાર BA.2 કરતા 10 ટકા વધુ ચેપી છે. જો કે, અમારે આ પ્રકાર અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (HSA)ના મુખ્ય તબીબી સલાહકાર સુઝાન હોપકિન્સ કહે છે કે તેની ચેપ, ગંભીરતા અથવા તેમની સામે કોવિડ-19 રસીની અસરકારકતા વિશે તારણો કાઢવા માટે હજુ પૂરતા પુરાવા નથી.
સંક્રમિત દર્દીઓ જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં મળી આવ્યા : ટોમ પીકોક
જાણીતા વાઈરોલોજિસ્ટ ટોમ પીકોકે જણાવ્યું હતું કે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટની જેમ જ ખતરનાક પણ હોઈ શકે છે. આમાં સમાન વાયરસ (જેમ કે XE અથવા XF)માંથી સ્પાઇક અને માળખાકીય પ્રોટીન હોય છે. આમાંથી, XD એ સૌથી વધુ ચિંતાનો પ્રકાર હોવાનું જણાય છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીઓ જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં મળી આવ્યા છે.