SURAT

કોરોનાના દર્દીનાં ઓક્સિજન લેવલની માહિતી પરિવારજનોને આ રીતે મળશે

સુરત(Surat): ભગવાન મહાવીર યુનિવર્સિટી(Bhagwan Mahavir University) સંલગ્ન ભગવાન મહાવીર પોલિટેક્નિકના વિદ્યાર્થીઓ દ્વારા IOT BASED OXYMETERનું ઇનોવેશન કરવામાં આવ્યું છે. આ ઇનોવેશન ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં ધ્રુવિલ કબૂતરવાલા, અભિષેક પટેલ, રામાનુજ પ્રાંજલ, ધાનાણી પ્રશાંત અને ક્રિશ પાંડેના ગ્રુપના વિદ્યાર્થીઓએ બનાવેલું છે.

  • ભગવાન મહાવીર યુનિવર્સિટીના તેજસ્વી તારલાઓએ આઇઓટી બેઝ્ડ ઓક્સિમીટર બનાવ્યું
  • દર્દીનું ઓક્સિજન લેવલ, SPO2 કે બ્લડપ્રેશર માપવામાં આવે તો મોબાઈલ એપથી મળી જશે માહિતી

આ ઓક્સિમીટર(Oximeter) કોરોનાના સમયમાં ખૂબ જ કારગત નીવડશે તેવું માનવામાં આવે છે. તેની ખાસિયત એવી છે કે જ્યારે પણ દર્દીનું ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ(Oxygen level), SPO2 કે બ્લડપ્રેશર(Blood Presser) માપવામાં આવે ત્યારે તેની વિગતો દર્દી(Patient)ઓના સગા સંબંધી(Family) અને ડોક્ટર-નર્સને ઓટોમેટીક મોબાઇલ એપ્લિકેશનમાં મળી જાય છે. જ્યારે આ પ્રકારના દર્દીઓ કોવિડ બાદ પણ જ્યારે બહારના સિટીમાં હોય ત્યારે આ પ્રકારના OXYMETER સાથે ડોક્ટર અને સગા સંબંધીને બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન, SPO2 અને ટેમ્પ્રેચર જેવી માહિતી વાયરલેસ ફોન દ્વારા એપમાં શેર થતી રહે છે. જો દર્દીના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય અથવા પ્રેશર ઘટી જાય ત્યારે ડોક્ટરને ઈમરજન્સી એલર્ટ મળે એવા ફિચર્સ પણ ગોઠવવામાં આવ્યાં છે. આ ઇનોવેશન કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના provost તરીકે હાલ ડો.નિર્મલ શર્મા દ્વારા આવા ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન મળતું રહે છે.

સુરતમાં કોરોનાના કેસ
સુરત: શહેરમાં ફરીવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. અને આવનારા દિવસોમાં હજી કેસ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી શહેરીજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના 9 કેસ નોંધાયા હતા. જેમાં મોટેભાગના લોકોની ટ્રાવેલ હીસ્ટ્રી છે. જેથી લોકો તાકીદે પ્રિકોશનરી ડોઝ લઈ લે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. શહેરમાં નોંધાયેલા 9 કેસમાં કતારગામના 77 વર્ષના પુરૂષ, રૂદરપુરાના 20 વર્ષના સ્ત્રી કે જેઓ બિહારથી પરત આવ્યા હતા. રાંદેરના 38 વર્ષના પુરૂષ કે જેઓ રાજસ્થાનથી પાછા આવ્યા છે. સીટીલાઈટ વિસ્તારમાં 60 વર્ષના વૃધ્ધા, અઠવા લાઈન્સમાં 31 વર્ષના સ્ત્રી, ઉધનામાં 45 વર્ષના પુરૂષ કે જેઓ નંદુરબારથી પરત આવ્યા છે. ઉધનામાં 28 વર્ષના પુરૂષ વરાછામાં 10 વર્ષની બાળકી કે જે ઉત્તરપ્રદેશથી પાછી ફરી છે. અને સારોલીના 40 વર્ષના પુરૂષ પોઝિટિવ આવાય હતા.

Most Popular

To Top