Business

એપલના કો ફાઉન્ડરને સ્ટ્રોક આવતા હોસ્પિટલ ખસેડાયા

નવી દિલ્હી: એપલના (Apple) કો-ફાઉંડર (Co-Founder) સ્ટીવ વોઝનિયાકને (Steve Wozniak) બુધવારે મેક્સિકો (Mexico) સિટીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેઓએ વર્લ્ડ બિઝનેસ ફોરમમા હાજરી આપવા ગયા હતાં. જ્યાં તેઓની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સ્ટ્રોક આવ્યો હોવાનું સામે આવ્યુ હતું. ઇવેંટના ઓર્ગેનાઇઝર્સે બનાવ અંગે કોઇ નિવેદન આપ્યું નથી.

  • એપલના કો-ફાઉંડર સ્ટીવ વોઝનિયાકને આવ્યો સ્ટ્રોક
  • મેક્સિકોની હોસ્પિટલમાં દાખલ કરાયા
  • વર્લ્ડ બિઝનેસ ફોરમમાં હાજરી દરમિયાન આવ્યો સ્ટ્રોક
  • એપલની સફળતામાં વોઝનિયાકની છે મોટી ભૂમિકા

મળતી માહિતી મુજબ 73 વર્ષના સ્ટીવ મેક્સિકોના વર્લ્ડ બિઝનેસ ફોરમ (World Business Forum) ઇવેંટમાં ગયા હતાં જયાં બુધવારે તેમને સ્ટ્રોક આવ્યો હતો. પરંતુ આ વિષયમાં ઇવેંટ ઓર્ગેનાઇઝર્સે કોઇ નિવેદન આપ્યું નથી. જણાવી દઇયે કે સ્ટીવ વોઝનિયાક એ વર્ષ 1976માં એપલની સ્થાપના કરી હતી. તેમજ તેઓ વર્લ્ડ બિઝનેસ ફોરમમાં હાજરી આપવા ગયા હતાં.

વોઝનિયાકની એપલ ભૂમિકા શું છે?
જણાવી દઇયે કે એપલની સફળતામાં વોઝનિયાકની મોટી ભૂમિકા છે. તેમના વગર આ કદાચ શક્ય ન હોત. સ્ટીવ વોઝનિયાક તેની નવી ડિઝાઇન અને કાર્યાત્મક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે જાણીતા છે. આઇફોન સાથે મેક વોઝનિયાકની ટેક્નિકલ કુશળતાઓ પણ એપલની તમામ પ્રોડક્ટ્સમાં જોવા મળે છે.

સ્ટીવ વોઝનિયાકનો જન્મ 1950માં સેન જોસ, કેલિફોર્નિયામાં થયો હતો. શરૂઆતથી જ તેમને ઈલેક્ટ્રોનિક્સમાં રસ હતો. તેમણે પોતાનું પહેલું કોમ્પ્યુટર માત્ર 11 વર્ષની ઉંમરે ડિઝાઇન કર્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

1975 માં વોઝનિયાક અને તેના મિત્ર સ્ટીવ જોબ્સે એપલ કોમ્પ્યુટર્સની શરૂઆત કરી હતી. વોઝનિયાકે એપલ I અને Apple II ની બનાવટ કરી હતી. જે કંપનીના પહેલા સફળ પર્સનલ કોમ્પ્યુટર હતા. 1987 માં તે એપલથી અલગ થઈ ગયા અને વ્હીલ્સ ઓફ ઝિયસની સ્થાપના કરી.

આ કંપની શૈક્ષણિક સોફ્ટવેર વિક્સાવવા અને વેચવાનું કાર્ય કરતી હતી. આ સિવાય તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપક તરીકે સેવા આપી હતી. સ્ટીવ વોઝનિયાકને કોમ્પ્યુટરના ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. તેઓ નેશનલ ઈન્વેન્ટર્સ હોલ ઓફ ફેમ અને કેલિફોર્નિયા હોલ ઓફ ફેમના એવોર્ડ પણ મળ્યા છે.

Most Popular

To Top