જયપુરઃ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Jaipur International Airport) એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પાઈસ જેટ એરલાઈન્સની એક મહિલા કર્મચારીએ એરપોર્ટ સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફ (CISF) જવાનને તમાચો માર્યો હતો. ત્યારે બંનેએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. તેમજ ઘટના બાદ મહિલા કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી.
રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે સ્પાઈસજેટના ક્રૂ મેમ્બર અને સીઆઈએસએફના જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે ક્રૂ મેમ્બર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણીએ ચેકિંગ વિના એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેનો એએસઆઈ ગિરિરાજ પ્રસાદે વિરોધ કર્યો હતો. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ અને ક્રૂ મેમ્બરે એએસઆઈને થપ્પડ મારી દીધી હતી. જ્યારે સ્પાઇસજેટ ક્રૂ મેમ્બરે આરોપ લગાવ્યો હતો, કે ગિરિરાજે તેણી સાથે જાતીય સતામણી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સવારે 4 વાગ્યે બની હોવાનું કહેવાય છે જ્યારે સ્પાઈસ જેટના ક્રૂ મેમ્બર પોતાની ડ્યુટી માટે એરપોર્ટ પર પહોંચી હતી. દરમિયાન એએસઆઈ ગિરિરાજ પ્રસાદે તેમને સુરક્ષા તપાસ કર્યા વિના અંદર જતા અટકાવી હતી અને સ્ક્રીનિંગ કરાવવા કહ્યું હતું. ત્યારે ક્રૂ મેમ્બરે ઘટના સ્થળ ઉપર કોઇ મહિલા સ્ટાફ ન હોવાથી સ્ક્રીનિંગ કરાવવાનો ઇનકાર કર્યો હતો.
મહિલા સ્ટાફ તેને રોકે તે પહેલા ASIએ ગિરિરાજ પ્રસાદને થપ્પડ મારી દીધી હતી.
જ્યારે ASIએ મહિલા સ્ટાફને બોલાવવાનું કહ્યું તો ક્રૂ મેમ્બર ગુસ્સે થઈ ગયા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે મહિલા સ્ટાફ આવીને ઘટના ઉપર કાબુ મેળવે તે પહેલા જ ક્રૂ મેમ્બરે ASI ગિરિરાજ પ્રસાદને થપ્પડ મારી દીધી હતી. દરમિયાન સ્થળ પર હાજર અન્ય CISF જવાનોએ ક્રૂ મેમ્બરને પકડી લીધી હતી અને આ બાબતની જાણ વરિષ્ઠ અધિકારીઓને કરી હતી. ત્યાર બાદ સવારે 11 વાગ્યે ASI ગિરિરાજ પ્રસાદની ફરિયાદ પર જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ક્રૂ મેમ્બર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ક્રૂ મેમ્બરની ધરપકડ કરી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
સ્પાઇસજેટ મહિલા કર્મચારીનું નિવેદન: CISF જવાને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
સ્પાઈસજેટ મહિલા કર્મચારી પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. સ્પાઈસજેટ મહિલા કર્મચારીનું કહેવું છે કે તેમની પાસે BCAS દ્વારા જારી કરાયેલ માન્ય એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. તેમજ છતા એન્ટ્રી સમયે CISF જવાને તેણી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેને ડ્યુટી પછી મળવાનું કહ્યું હતું. ત્યારે તેણીએ જણ્વયુ હતું કે મહિલા કર્મચારીઓ તેણી સાથે છે અને તે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરશે.
જાતીય સતામણીનો પણ આરોપ
આ ઘટના જયપુર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષાને લગતા અનેક સવાલો ઉભા કરે છે. એક તરફ ક્રૂ મેમ્બર પર સિક્યોરિટી ચેક વગર એરપોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરવાનો આરોપ છે તો બીજી તરફ એરલાઈને તેના કર્મચારી પર અભદ્ર વર્તન અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.