SURAT

ઘરઘાટી બની ચોરી કરનાર શાહુ દંપતિને સુરત પોલીસે બિહારથી ઝડપી પાડયા

સુરત: સુરત (Surat) ભટાર રોડ ઉમાભવન પાસે ઉદયજીપ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 5.49 લાખ અને વેસુ સોમેશ્વરા ઍન્કલેવના બંગ્લોમાંથી (Bunglows) 9.20 લાખની મત્તા પર હાથફેરો કરનાર સાહુ દંપતિને ખટોદરા પોલીસની ટીમે બિહારના ભાગલપુર જીલ્લામાંથી મજુરોના ફેરિયાનો વેશ ધારણ કરી ઝડપી પાડયા હતા.

Z R દેસાઈ (ACP સુરત)એ જણાવ્યું હતું કે ભટાર રોડ ઉમાભવન પાસે ઉદયદીપ ઍપાર્ટમેન્ટમાં રહેતા નારાયણ પ્રસાદ નંદલાલ ચિતલાંગીયા (ઉ.વ.77)ના ઘરમાંથી ઘરકામ તરીકે કામ કરતી કાજલ અને ગીતા નામની નોકરાણી ગત તા 13 ફેબ્રુઆરીના રોજ ઘરમાંથી રોકડા 2.97 લાખ, સોના ચાંદીના દાગીના, લક્ષ્મી, ગણેશજી અને સરસ્વતીની ચાંદીની મૂર્તીઓ મળી કુલ રૂપિયા 5.47 લાખના મત્તાની ચોરી કરી ભાગી ગઈ હતી. તપાસમાં આ બન્ને નોકરાણી CCTV ના આધારે ઓળખાય ગઈ હતી. બાતમીના આધારે બન્ને નોકરાણી સાસુ-વહુ બિહારના ભાગલપુર જીલ્લાના કહલગાવ શિવકુમારી પહાડી ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પીઆઈ આર.કે.ધુળિયા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજીસિંહ, કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ અને રીંકલબેન જયંતીભાઈની ઍક ટીમ બનાવી તપાસ માટે બિહાર રવાના કરાઈ હતી. લોકેશનવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી મહિલાઓ પહાડ ખાતે રહેતા હોવાનુ બહાર આવ્યું હતું. પાછળથી ભાગી જવાની સંભાવના હોવાથી ટીમના માણસોએ સ્થાનિક મજુરોનો ફેરિયાઓનો વેશ ધારણ કરી બે દિવસ સુધી રેકી કરી હતી. ત્યારબાદ આરોપીઓનું ઘર લોકેટ કયું હતું. ફેરિયાના વેશમાં આરોપીઓનાં ઘરમાં છાપો મારી સુનીલ રામજી શાહુ અને તેની પત્ની પુજા સુનીલ શાહુ (રહે, શિવકુમારી પહા઼ડ઼ કહલગાવ ભાગલપુર બિહાર)ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે શાહુ દંપતિને સુરત લાવી પૂછપરછ કરતા વેસુ પોલીસ મથકની હદમાં સોમેશ્વરા ઍન્કલેવમાં અક્ષત ઍન્ટરપ્રાઈઝના નામે સબ મર્શીબલ પંપનો ધંધો કરતા ક્રુણાલ જગદીશભાઈ શાહ (ઉ.વ.38)ના ઘરમાં પણ પુજા સાહુ અને સુંદરીદેવી શાહુના નામે કામ ઉપર લાગ્યા બાદ રૂપિયા 9.20 લાખની મત્તાના 23 તોલા દાગીના ઉપર હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુંદરીદેવી રામજી શાહુને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે 6 મહિનાથી ભેજાબાજ ચોર દંપતિની શોધખોળ ચાલી રહી હતી.

Most Popular

To Top