ગાંધીનગર : રાજયમાં ઉત્તર – પશ્વિમી પવનની અસર હેઠળ ઠંડીમાં આગામી સપ્હાત દરમ્યાન થોડીક રાહત જોવા મળશે. રાજયમાં આજે રવિવાવરે પણ ઠંડીના મચકારામાંથી રાહત મળી છે. ખાસ કરીને અમરેલીમાં ઠંડીનો પારો સ્હેજ ઊંચે જવા સાથે સૌથી વધુ 12 ડિગ્રી ઠંડી જોવા મળી રહી છે. હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 4 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. ત્યારબાદ સમગ્ર રાજયમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર , રાજયમાં આજે દિવસ દરમ્યાન તાપમાન સ્હેજ ઉપર રહયું હતું. રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 16 ડિ.સે.,નલિયામાં 13 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 13 ડિ.સે.,મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 14 ડિ.સે.,અને સુરતમાં 15 ડિ.સે. અને દમણમાં 17 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.