Gujarat

સરકારી વીજમથકોમાં બે વર્ષથી કોઇ જ વધારો નથી થયો

ગાંધીનગર : રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતાના છેલ્લા બે વર્ષના આંકડાઓમાં મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. સરકાર હસ્તકના વીજ મથકોમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ વધારો નોંધાયો નથી, જ્યારે ખાનગી અને પીપીપી ક્ષેત્રેની કંપનીઓમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે.
સરકાર દ્વારા રજૂ કરેલી વિગતો મુજબ વર્ષ 2024 અને 2025 દરમિયાન સરકાર હસ્તકના વીજ મથકોમાં ક્ષમતામાં એક પણ મેગાવોટનો વધારો થયો નથી.

બીજી તરફ, ખાનગી અને પીપીપી ક્ષેત્રે વર્ષ 2024માં 2605 મેગાવોટ અને વર્ષ 2025માં 2835 મેગાવોટનો વધારો નોંધાયો છે. એટલે કે કુલ મળીને 5440 મેગાવોટનો વધારો માત્ર ખાનગી ક્ષેત્રે કર્યો છે.

હાલની સ્થિતિએ રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોની કુલ ક્ષમતા 10704 મેગાવોટ છે, જ્યારે ખાનગી અને પીપીપી ક્ષેત્રે આ આંકડો 16749 મેગાવોટ સુધી પહોંચ્યો છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે રાજ્યના વીજ ક્ષેત્રમાં વિકાસનો ભાર હવે મોટાભાગે ખાનગી ક્ષેત્ર પર નિર્ભર બનતો જઈ રહ્યો છે.

Most Popular

To Top