તમારે જો ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર માલસામાન જેવા કે પર્સનલ કૉમ્પ્યુટર અથવા સ્માર્ટફોન ખરીદવાં હોય તો તે વહેલી તકે ખરીદી લો. હાલ જે પ્રકારની ગતિવિધિઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલી રહી છે તે જોતાં લગભગ એવું નિશ્ચિત લાગે છે કે, આ બધા માલસામાનની કિંમતમાં વધારો થશે. આ ચેતવણી જાપાનની કોમ્પોનન્ટ સપ્લાયર કંપનીના એક્ઝિક્યુટિવ દ્વારા ગ્રાહકોને ઉદ્દેશીને ઉચ્ચારવામાં આવી છે. આવું કેમ થશે તે સમજાવતાં કહેવામાં આવ્યું છે કે, એક પર્સનલ કૉમ્પ્યૂટરનો દાખલો લો તો એ માટે જરૂરી મટિરિયલની યાદી એટલે કે બિલ ઑફ મટિરિયલ લિસ્ટમાં જેનો મોટો ફાળો છે તે મેમરી ચિપ્સની કિંમતમાં ૧૫થી ૪૦ ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે અને હજુ પણ આ કિંમત વધી રહી છે.
એલ.જી. ઇલેક્ટ્રોનિક્સની અગ્રણી લેપટોપ પ્રોડક્ટ ‘એલજી ગ્રામ પ્રો-એઆઈ-૨૦૨૬’ જે અત્યારે લગભગ ૨૩૦૦ ડૉલરની કિંમતે પહોંચ્યું છે તે એક વર્ષ પહેલાં ૪૦ ટકા સસ્તી કિંમતે ઉપલબ્ધ હતું. બરાબર આ જ રીતે કેટલાંક સ્માર્ટ ફોન સપ્લાયર્સ જેમાં ચીનની શાઓમી, ઓપ્પો અને વીવોનો સમાવેશ થાય છે. તેમણે ૨૦૨૫ની સરખામણીમાં ૧૦થી ૧૫ ટકા ઓછો માલ પૂરો પાડી શકાશે એવો અંદાજ મૂક્યો છે, કારણ કે, અત્યાર સુધી જે આશાવાદ પર ભાવિ અંદાજો મુકાતા હતા તેમાં મેમરી શોર્ટેજના કારણે ફરજિયાત ઘટાડો આવશે.
નીકી એશિયાના કહેવા મુજબ શાઓમી, ઓપ્પો, વીવો અને ઓનરના સપ્લાયચેન મેનેજર દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે કે, અમારા સ્માર્ટફોનના ગ્રાહકો માટે અમે ભૂતકાળના અનુભવો અને સપ્લાયચેન સંદર્ભિત અમારી સમજને આધારે અંદાજો ઘટાડ્યા છે. આ સપ્લાયચેન મેનેજરનો મત છે કે, આ તબક્કે અમે ૨૦૨૬ના વર્ષ દરમિયાન થનારા શીપમેન્ટ બાબતે મેમરી ચીપ્સની સખત શૉર્ટેજને અનુસરીને ઉદાર વર્તારો કરી શકતા નથી. બીજા એક એક્ઝિક્યુટિવ જે શાઓમી, ઓપ્પો અને વીવોને કોમ્પોનન્ટ પૂરાં પાડે છે તેના કહેવા મુજબ તેમના સ્માર્ટફોનના શીપમેન્ટ ૨૦૨૬ના વર્ષ દરમિયાન અગાઉની સરખામણીમાં પાંચ ટકા જેટલા ઘટશે, જેનું કારણ મેમરી શૉર્ટેજના કારણે દબાયેલાં બજારો છે.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જે વિશ્વના સ્માર્ટફોન ઉત્પાદકોમાં પહેલા નંબરે આવે છે તે પણ આ ઘટનાથી અળગા રહી શકશે નહીં. મજાની વાત તો એ છે કે સેમસંગ પોતે મેમરી ચીપના એક મોટા ઉત્પાદક છે. આમ છતાંય સેમસંગના ચીફ એક્ઝિક્યુટિવ પી. એમ. રૉ દ્વારા આ મહિને લાસ વેગાસ ખાતે પત્રકારોને કહેવામાં આવ્યું છે કે, ‘એની કંપની મેમરી ચીપ્સની વધતી જતી કિંમતને કારણે મુશ્કેલી અનુભવી રહી છે.’
કાર ઉત્પાદકોને લાગેવળગે છે ત્યાં સુધી એમની પરિસ્થિતિ પણ કંઈ સારી નથી. મેમરી ચીપ મેકર પાસે સમય કે ક્ષમતા બેમાંથી એકેય નથી, જેને કારણે તેઓ નાના ઑર્ડર સ્વીકારી શકે અને એમ કરવા જતાં જે ખૂબ મોટા પાયે જુદા જુદા ટેસ્ટ કરવામાં આવે તે પાર પાડી શકે. આની સીધી અસર મધ્યમ અને બજેટ મૉડેલ ઉપર પડશે, જેના ઉપર ઑટોમોબાઇલ તેમજ સ્માર્ટ ફોન મેન્યુફેક્ચરર્સ અત્યાર સુધી દારોમદાર રાખતા હતા. આ ઉત્પાદનોની બજાર ‘પ્રાઇસ સેન્સિટીવ’ એટલે કે ભાવ વધે તેમ માંગ ઘટે તે પ્રકારની છે, જે મુદ્દો પ્રિમિયમ પ્રોડક્ટસને લાગુ પડતો નથી.
મોટા ભાગનાં હેન્ડસેટ ઉત્પાદનો ઉપરાંત બીજા કન્ઝ્યુમર માલસામાન અને હોમ એપ્લાયન્સીસ તેમજ ઑટોમોબાઇલ્સના ઉત્પાદકો હજુ પણ અગાઉની પેઢી (ઓલ્ડર જનરેશન)ની ચીપ્સ વાપરે છે પણ મોટા મેમરી ઉત્પાદકો જેમાં સેમસંગ, એસકે હીનીક્સ અને માઇક્રોન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેઓ આ જૂની ટેકનોલૉજીની (BDR 4) પ્રોડક્ટસનું ઉત્પાદન બંધ કરીને વધુ આધુનિક ચીપ્સ, જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સર્વર્સ અને હાઈ એન્ડ ડીવાઈસીસમાં કામ લાગે છે તે તરફ વળી રહ્યા છે. મોટા પાયે વપરાતી જૂની ટેકનોલૉજી ઉપર આધારિત મેમરી ચીપ્સના ભાવ શૉર્ટેજ તેમજ ભાવવધારો બંને કારણે આસમાને પહોંચ્યા છે. દા.ત. ૧૬ ગીગા બાઇટ બીડીઆ૨૪માં જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ ૨૦૨૫ના વર્ષના આ જ સમયગાળા કરતાં ૨૩૫૨ ટકા જેટલો વધારો થયો છે. જ્યારે આ ૮ ગીગાબાઈટ બીડીઆર૪ ૧૮૭૩ ટકા વધી છે.
લાંબાગાળાના કોન્ટ્રાક્ટ થતાં તેવા કિસ્સાઓમાં પણ કિંમત ગયા વર્ષે ૬૦ ટકા વધી જ્યારે ૨૦૨૬માં એવો અંદાજ મુકાય છે કે તેમાં ૧૦૦ ટકા વધારો થશે. આમ, જાપાન, તાઇવાન, કોરિયા જેવા મેમરી ચીપ્સના મુખ્ય ઉત્પાદક દેશોમાં બે ઘટનાઓએ આકાર લીધો છે. જેમાં પહેલી ખૂબ જ મોટા પાયે પ્રવર્તમાન તંગી અને બીજી અસહ્ય ભાવવધારો ગણી શકાય. આ બંને પરિસ્થિતિમાં આવનાર સમયમાં પર્સનલ કૉમ્પ્યુટર, સ્માર્ટ ફોન, એઆઈ ડીવાઈસીસ, કન્ઝ્યુમર એપ્લાયન્સીસ, ઑટોમોબાઇલ જેવા દરેક ક્ષેત્રે એમની કુલ ઉત્પાદન કિંમતમાં મેમરી ચીપ્સનો ટકાવારી પ્રમાણે જે ફાળો હશે તે મુજબ ભાવવધારો જોવા મળશે એમાં કોઈ શંકા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.