Columns

વિશ્વની સૌથી ઝીણી પેન્સિલ ટાવર્સ તેના નવા રહેવાસીઓને આવકારવા તૈયાર છે!

ઘર અને આકાશ સાવ નજીક હોય સામે સાગર હોય તેનાં મોજાં ઉછળીને સાવ નજીક આવતાં હોય,જેનું સરનામું કોઈને પૂછવું ન પડે એવું એક ઘર હોય! ઊંચાઈ પણ અને દૂરથી દેખાતી ટાવરની પાતળી કાયા સહુનું ધ્યાન ખેંચતી હોય!એવો જ દેખાય છે પેન્સિલ જેવો પાતળો સ્ટેનવે ટાવર! મેનહટનની પ્રખ્યાત સ્કાયલાઇનમાં એક  નવો સીમાચિન્હ ઉમેરાયો, વિશ્વની સૌથી પાતળી ગગનચુંબી ઈમારત પૂર્ણ થઈ ગઈ છે.ગગનચુંબી ઈમારતોમાં હવે કોઈ સ્પર્ધા નથી. તેની સાથે તેમાં અવનવાં બાંધકામ,લાઈફમાં નવો રોમાંચ ઉમેરે એવું હોવું પણ ઈમારત શૈલીમાં હવે મહત્વ રાખે છે!

એક એવું અચંબો પમાડે તેવું બન્યું છે સ્ટેનવે ટાવર!સરનામું છે 111, વેસ્ટ 57મી સ્ટ્રીટ, ન્યtયોર્ક સિટી. 24:1 ની ઊંચાઈથી પહોળાઈ ગુણોત્તર ધરાવે છે, પણ ઓળખાય છે વિશ્વની સૌથી પાતળી ગગનચુંબી ઈમારત તરીકે!  1428 ફીટ પર તે પશ્ચિમ ગોળાર્ધની સૌથી ઊંચી ઇમારતોમાંની એક પણ છે, જે ન્યુયોર્ક સિટીની અન્ય બે ઈમારતોથી ઊંચાઈમાં ઓછી છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઊંચાઇ 1776 ફીટની છે જ્યારે સેન્ટ્રલ પાર્ક ટાવરની ઊંચાઈ 1550 ફીટ છે!

મિડટાઉન મેનહટન ડેવલપમેન્ટમાં ટાવરના ચોર્યાશી માળમાં ફેલાયેલાં સાંઈઠ એપાર્ટમેન્ટ્સ અને બાજુની સ્ટેઈનવે હોલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.ટાવરની ડિઝાઇન ન્યૂયોર્ક આર્કિટેક્ચર ફર્મ શોપ આર્કિટેક્ટ્સ દ્વારા કરવામાં આવી છે. જેનું બાંધકામ નવ વરસ પહેલાં શરૂ થયું હતું. આર્કિટેક્ટ્સનાં અભિપ્રાય મુજબ આ ઈમારતને અસાધારણ, ભવ્ય  પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવાં પાછળ સમય વધુ લાગ્યો. સુપર-સ્લેન્ડર ગગનચુંબી ઇમારતો, જેને પેન્સિલ ટાવર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે,તે સિત્તેરનાં દાયકામાં હોંગકોંગ સ્કાયલાઇનની વિશિષ્ટ વિશેષતાઓ બની હતી. ત્યાર પછી ન્યુયોર્ક અને દુનિયાનાં અન્ય મોટાં શહેરોએ તેનું અનુસરણ કર્યું છે. સ્ટેનવે ટાવર ગગનચુંબી ઈમારત એક શક્તિશાળી કવચ જેવી છે, જે તેની ટોચ પરથી સુંદર પરંતુ નાટકીય રીતે ટેપરિંગ છે. સેન્ટ્રલ પાર્કને જોતું ટ્રિપલેક્સ પેન્ટહાઉસ ટોચ પર છે. મુખ્ય ધ્યેય ન્યૂયોર્ક સ્કાયલાઇનનું નવું અને બોલ્ડ અર્થઘટન બનાવવાનું હતું, જ્યારે તે સ્થાનના ઐતિહાસિક મૂળની પણ ઉજવણી કરે છે.

ન્યુયોર્ક સિટીના વિકાસની ગગનચુંબી ઈમારતો વિશેની કોઈપણ પૂર્વધારણાની કલ્પનાઓને બદલીને કંઈક કરવાની તક આપવામાં આવી હતી જે પહેલાં ક્યારેય કરવામાં આવી ન હોય જે પેન્સિલ ટાવરે સાકાર કરી બતાવી છે! સુપર-ટોલ ટાવર એ સ્ટેનવે હોલનો ઉમેરો છે, જે 1925ની ઐતિહાસિક ઈમારત છે જે પિયાનો નિર્માતા સ્ટેનવે એન્ડ સન્સના ભૂતપૂર્વ ઘર અને કોન્સર્ટ હોલ તરીકે જાણીતી છે! આ સાંસ્કૃતિક હબને વૈભવી ઘરોમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ટાવરના અગ્રભાગમાં ટેરાકોટાના બ્લોક્સનો સમાવેશ થાય છે, એક એવી સામગ્રી જે વિવિધ લાઇટમાં અને વિવિધ ખૂણાઓથી જોવામાં આવે ત્યારે રંગ અને રચના બદલાતી દેખાય છે!

સ્ટેનવે ટાવર હવે નવાં રહેવાસીઓ માટે તેના દરવાજા ખોલી આવકારી રહ્યું છે, ત્યારે સ્ટુડિયો એપાર્ટમેન્ટ માટે એંસી લાખ ડોલર અને પેન્ટહાઉસ માટે 66 લાખ ડોલર  કિંમતો બોલાય છે, જો કે કિંમતો હજી અસ્થિર છે! એક અનોખો ટાવર જોઈ ખુશ છે મિડટાઉન મેનહટનનાં રહેવાસીઓ,એક સાંસ્કૃતિક પરિવર્તનવાળું અને વિશ્વનું અનોખું બાંધકામ જોઈને,રોમાંચિત છે પેન્સિલ જેવાં ઝીણાં સ્ટેનવે ટાવરનાં નવાં રહેવાસીઓ,અલબત્ત કેટલાંક મોટા ટાવરોમાં ઈર્ષા પણ વર્તે છે!                 મુકેશ ઠક્કર

Most Popular

To Top