National

દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલા ગો ફર્સ્ટનાં વિમાનની વિન્ડશિલ્ડ પવનમાં તૂટી

નવી દિલ્હી: વિમાનો (Plain)માં ટેકનીકલ ખરાબીઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ (Flight)ને ડાયવર્ટ(Divert) કરવી પડે છે. એક દિવસ પહેલા જ ગો એર(Go Air)ના પ્લેનમાં ટેકનિકલ ખામી (Technical fault) સર્જાતા ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. ત્યારે આજે સતત બીજા દિવસે ગો ફર્સ્ટ(Go First)ની ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. દિલ્હી (Delhi)થી ગુવાહાટી (Guwahati) જઈ રહેલા ગો ફર્સ્ટનાં વિમાનની વિન્ડશિલ્ડ(Windshield) પવનમાં તૂટી(broke down) ગઈ હતી. જેથી વિમાનને જયપુર(Jaipur) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ડીજીસીએએ(DGCAA) જણાવ્યું કે દિલ્હી-ગુવાહાટી વચ્ચે ગો-ફર્સ્ટ ફ્લાઈટની વિન્ડશિલ્ડ પવનથી તૂટી ગઈ હતી. ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હી પરત આવ્યું નથી. આ વિમાનને સુરક્ષિત રીતે જયપુર તરફ મોકલી દેવામાં આવ્યું છે.

ગતરોજ પણ ગો ફર્સ્ટની બે ફ્લાઈટમાં સર્જાઈ હતી ખામી
ગતરોજ ગો એરની બે ફ્લાઈટ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. એન્જીન ફેલ થવાના કારણે મુંબઈથી લેહ અને શ્રીનગરથી દિલ્હી જતી GoAirની બે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, ગો એરના A 320 વિમાને મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ નંબર G8-386ના બીજા એન્જિનના એન્જિન ઈન્ટરફેસ યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ સાથે જ અન્ય એક ગોએરનું પ્લેન પણ ગડબડીના કારણે ડાયવર્ટ કરવું પડ્યું હતું. ગોએરની બીજી ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી.

અઢી મહિનામાં ફ્લાઈટમાં 16 ફ્લાઈટ પ્રભાવિત
છેલ્લા અઢી મહિનામાં ટેકનિકલ ખામીના કારણે 16 ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. આમાંના કેટલાક એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જ્યારે ઘણા એરક્રાફ્ટ લેન્ડિંગ બાદ ટેક ઓફ કરી શક્યા ન હતા. હજુ બે દિવસ પહેલા જ UAEના શારજાહથી હૈદરાબાદ આવી રહેલા એક પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેને પાકિસ્તાનના કરાચી તરફ ડાયવર્ટ કર્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરક્રાફ્ટ ફેલ થવાની ઘટનાઓને લઈને સ્પાઈસ જેટ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે સરકાર પણ આને લઈને એક્ટિવ મોડમાં આવી ગઈ છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક દિવસ અગાઉ ત્રણ એરલાઇન્સના વડાઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.

Most Popular

To Top