ગાંધીનગર : ગાંધીનગર: ઉત્તર – પૂર્વીયથી પૂર્વીય પવનના કારણે રાજ્યમાં હવે આજે અચાનક ઠંડીનો પારો વધુ નીચે ગગડી જવા સાથે કચ્છના નલિયામાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ખાસ કરીને કચ્છમાં ઠંડીનું જોર વધ્યું છે. ક્રિસમસથી રાજ્યમાં ઠંડીનો મચકારો વધ્યો છે. હજુયે એક સપ્તાહ સુધી ઠંડીનો માહોલ યથાવત રહેશે. બીજી તરફ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહ્યું હતું.
આજે શુક્રવારે કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગના સૂત્રો મુજબ અન્ય શહેરો પૈકી ભૂજમાં 14 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 14 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે.,વ ડોદરામાં 14 ડિ.સે.અને સુરતમાં 17 ડિ.સે. જ્યારે દમણમાં 17 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું હતું.