Education

બોર્ડ પરીક્ષાનો શંખનાદ,૭૦ સ્ક્વોડ ટીમો અને PATA એપથી કડક દેખરેખ

ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહ)ની જાહેર પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા ૧૮ માર્ચ સુધી ચાલશે. રાજ્યભરમાં કુલ ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે સુરતમાં જ ૧,૬૫,૬૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ નોંધણી ગણાય રહી છે.

સુરતમાં ફૂલ આપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

સુરતમાં વિદ્યાર્થી ઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો. શિક્ષણ બોર્ડ તમામ કેન્દ્ર સંચાલકોને ગાઈડલાઇન આપવામાં આવી હતી,સુરત ખાતે વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય વિભાગની ટીમ પણ દરેક સેન્ટર પર રાખવામાં આવી છે. શિક્ષણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કોઈપણ ગેરરીતિ કર્યા વગર પરીક્ષા આપો. જે આવડે તે શાંતિથી લખો અને પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની ચિંતા છોડી અન્ય પેપરની તૈયારી પાછળ મહેનત કરો

પરીક્ષા ને લઇ ભગીરથસિંહ પરમાર(DEO) એ કહ્યું,

સુરતની અંદર 1 લાખ 61 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે.આજ રોજ પરીક્ષા શરૂ થઈ છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને બેન્ડવાજા તો કંકુ-તિલક કરી મીઠું મોઢું કરાવી વિદ્યાર્થીઓનો સ્વાગત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણની અંદર ઉત્સાહ થી પરીક્ષા આપી શકે.પરીક્ષા ને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા મિત્ર હેલ્પલાઇન પ્રસિદ્ધ કરવામાં આવી છે.કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી હશે તો શાળાના આચાર્ય દ્વારા, મદદનીશ ઝોનલ દ્વારા તમામ પ્રકારની મદદ કરવા માટે સંપૂર્ણ રીતે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ ટીમ તૈયાર છે.

સુરતમાં ધોરણ-૧૦માં ૯૨,૨૮૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૬,૭૬૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૫,૫૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ-૧૦ માટે ૩૧૭ કેન્દ્રો પર ૩,૦૭૬ બ્લોક, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે ૧૭૯ કેન્દ્રો પર ૧,૮૩૫ બ્લોક અને વિજ્ઞાન પ્રવાહ માટે ૭૭ કેન્દ્રો પર ૯૧૮ બ્લોક તૈયાર કરાયા છે.

સુરતના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું બેન્ડબાજાથી સ્વાગત

પ્રથમ દિવસે ધોરણ-૧૦માં ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધિ, તામિલ, તેલગુ અને ઊડિયા (પ્રથમ ભાષા) વિષયોની પરીક્ષા લેવાશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને અર્થશાસ્ત્ર, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે.પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે PATA (Paper Authentication and Tracking Application) દ્વારા પ્રશ્નપત્રોના બોક્સનું ઝોનલ કચેરી ખાતે થ પરીક્ષા કેન્દ્ર સુધી ટ્રેકિંગ થશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર નજર રાખવા ૭૦ સ્ક્વોડ ટીમો તૈનાત કરાઈ છે.વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુરતમાં ૫૭ લહિયાઓની ફાળવણી કરાઈ છે,જેમાં અંધજન શાળાના ૩૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા મળે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

Most Popular

To Top