નવી દિલ્હી: ધારની ભોજશાળામાં (Dhar Bhojshala) ASIનો સર્વે ચાલુ જ રહેશે. આજે સર્વોચ્ચ અદાલતે સર્વે સામે દાખલ કરેલી અરજીને (Application) ફગાવી દીધી છે અને તેની સુનાવણી કરવાનો ઇનકાર (Denied) કરી દીધો છે. આ અરજી કમાલ મૌલા મસ્જિદના મુતવલ્લી (કેરટેકર) કાઝી મોઇનુદ્દીને દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આજે ભોજશાળા ASI સર્વે સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારે તમારી અરજી અંગે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. આ અરજી કમાલ મૌલા મસ્જિદના મુતવલ્લી (કેરટેકર) કાઝી મોઇનુદ્દીન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ઇનકાર બાદ અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.
હાઈકોર્ટમાં જવા કહ્યું
સુપ્રીમ કોર્ટે આજે કમલ મૌલા મસ્જિદના મુતવલ્લીને ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદની વિવાદિત જગ્યા પર સર્વે કરવા માટે એએસઆઈને નિર્દેશ આપ્યો હતો. તેમજ હાઈકોર્ટના વચગાળાના આદેશ સાથે સંબંધિત તેમની અરજી લઇ મૌલાનાને મધ્યપ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
અગાવ ઈન્દોર હાઈકોર્ટે એએસઆઈને ભોજશાળાનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે અરજદાર કાઝી મોઇનુદ્દીન હાઇકોર્ટમાં મસ્જીદ તરફના પક્ષકાર ન હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર કાઝી મોઈનુદ્દીન જે કમાલ મૌલા મસ્જિદના મુતવલ્લી છે. તેઓ હાઈકોર્ટમાં પક્ષકાર નથી. આ દલીલ બાદ અરજદાર કાઝી મોઇનુદ્દીને પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
અગાઉ પણ ના પાડી ચૂક્યા છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે ભોજશાળાના ASI સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટની પરવાનગી વિના સર્વેના પરિણામોના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમજ ભોજશાળાના ASI સર્વેને પડકારતી અરજી પર કોર્ટે નોટિસ ફટકારી છે. તેમજ અરજદારના વકીલની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ASIને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોર્ટની પરવાનગી વિના સર્વે રિપોર્ટના પરિણામોના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સર્વે દરમિયાન એવું કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં કે જેનાથી પરિસરના પાત્ર કે પ્રકૃતિમાં ફેરફાર થાય.