અમદાવાદ: ગુજરાત(Gujarat)માં ચુંટણી(Election) નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ(Congress)) બાદ વિપક્ષ તરીકે સ્થાન મેળવનારી આપ(Aap) પાર્ટી પોતાની રણનીતિ બનાવી રહી છે. ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે સંગઠનને મજબુત બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા નવી રણનીતિ અપનાવવામાં આવી છે. જેમાં પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પાર્ટીનું માળખું વિખેરવાની પણ જાહેરાત કરી હતી.
- ગુજરાતમાં ચુંટણીને લઈ આમ આદમી પાર્ટી સક્રિય
- પાર્ટીનું સંગઠન માળખું વિખેરી દીધું, પ્રદેશ પ્રમુખે કરી જાહેરાત
- માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરવા આવશે: ગોપાલ ઈટાલીયા
આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ હવે આમ આદમી પાર્ટી થી ડરી ગઈ છે. અમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તિરંગા યાત્રા, જન સંવેદના યાત્રા યોજી તેમજ ગામડે બેઠકો પણ કરી હતી. આ ઉપરાંત મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ આવનારી ચુંટણીને લઇ વ્યૂહરચના ઘડી છે. જેના સંદર્ભેમાં પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું આજે વિખેરાશે.
નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં થશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે ઘડાયેલી વ્યૂહરચનાને પગલે આજથી સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો કાર્યરત રહેશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું. હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરવા આવશે.
કેજરીવાલ અવારનવાર ગુજરાતની મુલાકાતે
અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે અને પાર્ટીનું માનવું છે કે નવું સંગઠન જ તેમને અહીં જીત અપાવી શકે છે. કેજરીવાલે સોમવારે ગુજરાતની ચોથી વખત મુલાકાત લીધીહતી. અગાઉ કેજરીવાલે ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 11 મેના રોજ ગુજરાતના રાજકોટની મુલાકાત લીધી હતી. ગુજરાતના રાજકારણમાં પાટીદારો, ખેડૂતો, ઓબીસી અને આદિવાસીઓની મહત્વની ભૂમિકા છે. આવી સ્થિતિમાં AAP માટે આ લોકોને જોડીને રાખવા એક મોટો પડકાર રહેશે.