ગાંધીનગર: રાજયમાં પૂર્વીયથી દક્ષિણ – પૂર્વીય પવનની અસરના પગલે ઠંડીનો ચમકારો સ્હેજ નરમ પડયો છે. ખાસ કરીને આજે શુક્રવારે રાજયમાં સૌથી વધુ ઠંડી સૌરાષ્ટ્રના કેશોદમાં 8 ડિગ્રી નોંધાવવા પામી છે. જયારે કચ્છના નલિયામાં 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. હજુયે આગામી 24 કલાક દરમ્યાન ઠંડીનો ચમકારો રહેશે, તે પછી બહુ ખાસ ફેરફાર તાપમાનમાં થાય તેવી શકયતા નથી. કેશોદમાં ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર , રાજયમાં ઉત્તર ગુજરાતમાં તપમાન સામાન્ય કરતાં સ્હેજ ઉપર રહ્યું હતું. જયારે સૌરાષ્ટ્ર – કચ્છમાં સામાન્ય કરતાં સ્હેજ નીચું રહ્યું હતું.
હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 12 ડિ.સે.,નલિયામાં 9 ડિ.સે., કંડલા પોર્ટ પર 12 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 9 ડિ.સે., અમરેલીમાં 9 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે.,મહુવામાં 13 ડિ.સે., કેશોદમાં 8 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે.,ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 14 ડિ.સે.,વડોદરામાં 12 ડિ.સે.,અને સુરતમાં 15 ડિ.સે. અને દમણમાં 15 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.