Gujarat

રાજ્યને ડિસેમ્બર 2025માં જીએસટી હેઠળ 6351 કરોડની આવક થઈ

ગાંધીનગર,

ડિસેમ્બર 2025માં રાજ્યને જીએસટી હેઠળ 6351 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવક કરતા 12.37 ટકા વધુ છે. ડિસેમ્બર 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 6.1% રહેલો છે.

રાજ્યને ડિસેમ્બર 2025માં વેટ હેઠળ 2,711 કરોડ, વિદ્યુત હેઠળ 976 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 67 કરોડની આવક થઈ છે. આમ જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી 10,1104 કરોડની આવક થયેલી છે. ડિસેમ્બર 2025 માં મોબાઈલ સ્કવોર્ડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂપિયા 32.61 કરોડની આવક થયેલી છે. જે ગત વર્ષના ડિસેમ્બર 2024 કરતા 28.3 ટકા વધારે છે.

Most Popular

To Top