દિલ્હી: કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર-2023 સુધી વિશેષ સંસદનું (Special Session) આયોજન ર્ક્યુ છે. સરકાર અને વિપક્ષી દળોની વચ્ચે આ સત્રને લઈને પહેલાથી અનેક મતભેદો જોવા મળી ચૂક્યા છે. કોંગ્રેસ(Congress) સહિત વિભિન્ન વિપક્ષી દળોમાં અચાનક જ વિશેષ સત્રના આયોજન પાછળ સરકારનું કોઈ કારણ હોઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે. તેવી સ્થિતિમાં સમાચાર પ્રાપ્ત થયા છે કે, આ વિશેષ સત્રનું આયોજન ભારતના નવા સંસદ ભવનમાં (New Parliament House) કરવામાં આવશે.
નવા સંસદ ભવનમાં વિશેષ સત્રનું આયોજન
પ્રાપ્ત થયેલા સમાચારો અનુસારો, કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત વિશેષ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં કરવામાં આવશે. 18 સપ્ટેમ્બરે સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે. ત્યાર બાદ 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શુભ અવસરે સત્રને નવા સંસદ ભવનમાં લઈ જવામાં આવશે.
નવું સંસદ ભવન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી?
લોકસભા અને રાજ્યસભા બંને સદનોએ 5 ઓગસ્ટ 2019એ સરકાર પાસે સંસદના નવા ભવનના નિર્માણ માટે આગ્રહ ર્ક્યો હતો. ત્યાર બાદ 10 ડિસેમ્બર 2020એ PM મોદીએ સંસદના નવા ભવનનું ખાતમુહૂર્ત ર્ક્યુ હતું.
PM મોદીએ ર્ક્યુ હતું ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદીએ ગત 28 મેના રોજ નવા સંસદનું ઉદ્ધાટન અને સેંગોલની સ્થાપના કરી હતી. નવું સંસદ ભવન અનેક આધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ છે અને જુના સંસદ ભવનની તુલનામાં ખૂબ જ વિશાલ છે. ત્રિકોણના આકારમાં બનેલું આ સંસદ ભવન ચાર માળનું છે. જે 64,500 વર્ગમીટર ક્ષેત્રમાં નિર્માણ કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર
સંસદના વિશેષ સત્રને લઈને કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, વિપક્ષને વિશેષ સત્રના એજેન્ડા વિશે માહિતી નથી. સામાન્ય રીતે વિશેષ સત્રના પહેલા ચર્ચા થાય છે અને સામાન્ય સહમતિ બનાવવામાં આવે છે. તેનો એજેન્ડા પહેલાથી નિશ્ચિત હોય છે અને સહમતિ બનાવવાનો પ્રયત્ન થાય છે. આવું પ્રથમ વાર થયું છે કે, કોઈ બેઠક બોલાવવામાં આવી રહી છે અને એજેન્ડા નક્કી નથી, ન તો સહમતિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ વિશેષ સત્રના પાંચ દિવસ સરકારી બિઝનેસ માટે એલોકેટ કરવામાં આવ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે PM મોદીને લખેલા પત્રમાં અન્ય 9 મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે.