National

દિલ્હીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે : કેજરીવાલે કહ્યું – કોઈ ICU બેડ ખાલી નથી, વડા પ્રધાનને લખ્યો પત્ર

કોરોના વાયરસ(CORONA VIRUS)ના કારણે હવે સરકારોના શ્વાસ રૂંધાય રહ્યા છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી (DELHI CM) અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ(PRESS MEET)માં તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, આ વાત જ કોરોનાનો ડર વધારી દે છે. હોસ્પિટલો(HOSPITAL)માં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે આપણી પાસે આખી દિલ્હીમાં 100 થી ઓછા આઈસીયુ બેડ (ICU BED) છે. કેજરીવાલે દિલ્હીમાં કોરોનાની કથળેલી પરિસ્થિતિ અંગે વડા પ્રધાન મોદી(PM MODI)ને એક પત્ર પણ લખ્યો છે.

આ પત્રમાં કેજરીવાલે પીએમ મોદીને વિનંતી કરી છે કે, “પરિસ્થિતિની ગંભીરતા જોઈને તમને વિનંતી કરુ છું કે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 7,000 પથારી (BED) કોરોના માટે અનામત (RESERVED FOR CORONA) હોવા જોઈએ.” તેમણે એમ પણ લખ્યું છે કે દિલ્હીમાં ઓક્સિજનની વિશાળ અછત છે. માટે તરત જ ઓક્સિજન પણ આપવું જોઈએ.”

સીએમ કેજરીવાલે પત્રકાર પરિષદમાં શું કહ્યું?

  1. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 500 નવા કેસ આવ્યા હતા અને તે પછીથી છેલ્લા 24 કલાકમાં 19 હજાર 500 નવા કેસ આવ્યા હતા. આ બતાવે છે કે કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે દિલ્હીમાં સકારાત્મકતા દર વધીને 30 ટકા થઈ ગયો છે. જ્યારે આ પહેલા 24 કલાક સુધી તે 24 ટકા હતો. 
  2. દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે પથારીનો ભંડાર ખૂબ ઝડપથી સમાપ્ત થઈ રહ્યો છે. આઈસીયુ પથારીની અછત વર્તાય રહી છે. એકંદરે, દિલ્હીમાં માત્ર 100 થી ઓછા આઈસીયુ બેડ બાકી રહ્યા છે.
  3. ઓક્સિજનની પણ તંગી છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ. તેમને મદદ પણ માંગી છે. તેમના તરફી મળેલી મદદ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. ગઈકાલે સાંજે ડો.હર્ષ વર્ધન સાથે મારી વાત થઈ. અમે તેમને એમ પણ કહ્યું કે પથારીની જરૂર છે. અમિત શાહ સાથે પણ વાત કરી હતી, તેમણે પણ કહ્યું હતું કે પથારીની જરૂર છે. 
  4. કેન્દ્ર સરકાર પાસે દિલ્હીમાં કુલ 10,000 પથારી છે, જેમાંથી ફક્ત 1,800 પલંગ કોરોના માટે અનામત રાખવામાં આવ્યા છે. અમે વિનંતી કરીએ છીએ કે કોરોના માટે ઓછામાં ઓછી 7000 પથારી અનામત રાખવી પડશે.
  5. આગામી બે-ત્રણ દિવસમાં, અમે 6000 ઓક્સિજન પથારી (OXYGEN BED) તૈયાર કરીશું. ઘણી હોસ્પિટલો ઉચ્ચ પ્રવાહના ઓક્સિજનની વ્યવસ્થા કરી રહી છે. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોમન વેલ્થ ગેમ, રાધા સ્વામી સત્સંગ, શાળાઓમાં પણ વ્યવસ્થા ગોઠવાય રહી છે.

કેજરીવાલે આ વાતો એવા સમયે કરી છે જ્યારે દિલ્હીમાં કોરોનાની ગતિ વધી છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 24,375 કેસ નોંધાયા છે, જે આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સિવાય 167 લોકોનાં મોત પણ થયા હતા, જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયા છે.  

Most Popular

To Top