National

શહેર-થી-શહેર પ્રાણવાયુ માટે વલખા, દિલ્હી હોય કે લખનઉ દરેક જગ્યાએ એકસરખું યુદ્ધ

દિલ્હી(Delhi)માં, જ્યાં દેશના વિવિધ ભાગોથી લોકો સારવાર લેવા આવે છે, ત્યાં આજે લોકો જાતે જ સારવાર માટે તડપતા દેખાય રહ્યા છે. દિલ્હીમાં દરરોજ હજારો કેસ (thousands of corona cases) શહેરોમાં આવી રહ્યા છે, જે કોરોનાના મહા-પ્રકોપથી પીડિત છે, પરંતુ અત્યારે સૌથી મોટી કટોકટી પ્રાણવાયુ-ઓક્સિજન(oxygen)ની છે. દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં, ઓક્સિજન કાં તો ખલાસ થવાના આરે છે, અથવા ફક્ત થોડા કલાકોનો જથ્થો બાકી રહ્યો છે.

દિલ્હીની સ્થિતિ એવી બની ગઈ છે કે ઓક્સિજન સપ્લાયની માંગ માટે મેક્સ હોસ્પિટલને હાઇકોર્ટ(high court)નો સંપર્ક કરવો પડ્યો હતો, ત્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકાર(central govt)ને જોરદાર ઠપકો આપ્યો છે અને ઓક્સિજન સપ્લાયનો નિર્દેશ આપ્યો છે. ગુરુવારે સવારે દિલ્હીની માતા ચાનન દેવી હોસ્પિટલમાં ઓક્સિજન પૂરુ થઇ ગયું હતું. અહીં હજી 200 થી વધુ દર્દીઓ છે જેમને ઓક્સિજનની જરૂર છે. હોસ્પિટલ વતી સતત ઓક્સિજન સપ્લાય કરતી કંપની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાટનગરની મેક્સ, ફોર્ટિસ, એપોલો, સર ગંગારામ જેવી ઘણી હોસ્પિટલોમાં પહેલાથી ઓક્સિજનની અછત હતી. દરમિયાન, દિલ્હીના સપ્લાય પર નોંધપાત્ર અસર જોવા મળી હતી. ઘણી હોસ્પિટલોએ આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ હરિયાણા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ હરિયાણાએ આ આરોપોને નકારી દીધા હતા. 

કટોકટી પછી, કેન્દ્રએ વધાર્યો ક્વોટા
દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં જ્યારે ઓક્સિજનનું સંકટ સર્જાયું, ત્યારે કેન્દ્ર સરકારે દિલ્હીનો ક્વોટા વધારી નાખ્યો. કેન્દ્રના ક્વોટા મુજબ અગાઉ દિલ્હીમાં 378 એમટી ઓક્સિજન મળતું હતું, જે હવે વધારીને 480 મેટ્રિક ટન કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. 

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની હાલત…
દેશની રાજધાનીની જેમ જ લખનઉ(Lucknow)માં પણ ઓક્સિજનનું સંકટ જોવા મળ્યું છે. સ્થિતિ એવી છે કે લખનઉની ટીએસ મિશ્રા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે આઈસીયુમાં દાખલ કેટલાક દર્દીઓને કેજીએમયુ હોસ્પિટલમાં ખસેડવું પડ્યું હતું. આશરે 13 દર્દીઓ હતા, જેને સ્થળાંતર કરાયા હતા. લખનઉની માયો હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજનના અભાવને કારણે હોબાળો થયો હતો. ત્યાં લગભગ 120 દર્દી(patient)ઓ દાખલ થયા હતા જેમને 400 ઓક્સિજન સિલિન્ડરોની જરૂર હતી. હોસ્પિટલે પહેલા તેના દરવાજા પર નોટિસ ચોંટાડી હતી કે તે સમયે કટોકટી વધી હતી પરંતુ થોડા સમય પછી જ ઓક્સિજન આવી ગયું હતું અને નોટિસ દૂર કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનની માગને પહોંચી વળવા બોકારોથી ઓક્સિજન મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી (up cm) યોગી આદિત્યનાથે સૂચના આપી છે કે ટાંકીની સંખ્યામાં વધારો કરી ઓક્સિજનનો પુરવઠો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. પોલીસની સુરક્ષામાં ગઈકાલે સાંજે ઓક્સિજન પણ મુરાદાબાદથી લખનઉ લઈ જવામાં આવ્યું હતું.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઓક્સિજનની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પર રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ માંગી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશથી ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને, બોકારોથી ઓક્સિજન એક્સપ્રેસ પણ ચલાવવામાં આવશે, અને આવી વધુ ટ્રેનો થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top