ગાંધીનગર(Gandhinagar): રોજબરોજની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર 18 જુલાઈથી 5 ટકા જીએસટી(GST) લાગુ કરવામાં આવ્યો છે. જેના પરિણામે અનાજ(Grain), દાળ(Pulse), લોટ(Flour), કઠોળ(Beans) સહિતની ચીજવસ્તુઓમાં એક જ મહિનામાં 15 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ મોંઘવારીમાં વધુને વધુ પીસાઈ રહ્યો છે એટલું જ નહીંને પાર વિનાની પીડા સહન કરવાનો વારો આવ્યો છે.
જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રી ઉપરથી જીએસટી પરત ખેંચવા કોંગ્રેસની માંગ
ગુજરાત(Gujarat) પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી(Dr. Manish Doshi)એ જણાવ્યું હતું કે,5 ટકા જીએસટી લાગુ કરશે તેની જાહેરાત વખતે એક ભાવ વધ્યા, બીજી વાર જીએસટી લાગુ થયો તે દિવસે ભાવ વધ્યા અને હવે રીટેલ-વ્યાપારીઓ નવો માલ છે તેમ દર્શાવતા ત્રીજી વખત ભાવ વધારો સામે આવ્યો છે. 15થી 20 ટકા સુધીના તોતિંગ ભાવ વધારાને લીધે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ લોકો સૌથી વધુ મુશકેલીમાં મૂકાયા છે. ત્યારે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવમાં એક જ માસમાં ત્રીજી વખત ભાવ વધી રહ્યા છે. 5 ટકા જીએસટી બાદ 1 કિલો લોટમાં 1.45ના ભાવ વધારા સાથે 29.40 ને બદલે 5 રૂપિયા વધીને 33 રૂપિયે કિલો મળી રહ્યો છે. તેવી જ રીતે ચોખામાં 35થી વધીને 40 પ્રતિ કિલનો ભાવ થયો છે.
5 ટકા જીએસટી લાગતા અનાજ-કઠોળમાં 15 ટકાનો ભાવ વધારો
નવા દર લાગુ થતા દેશમાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થયો છે મોઘવારીના મારથી ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ અસહ્ય પિડા અનુભવી રહ્યો છે. લોટની સાથે સાથે અનાજના ભાવમાં પણ વધારો થયો છે. 1 મહિનામાં અડદની અને મગ દાળ 15 રૂપિયા મોઘી થઇ. અનાજ-કઠોળમાં પણ 5 ટકા વધારા બાદ ત્રીજી વખત ભાવ વધ્યાની વિગતો સામે આવી છે. ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે. જીએસટીના મૂળ કાયદા તથા નિયમોમાં સતત ફેરફાર કર્યા છે જેના કારણે જીએસટી કાયદાનું સ્વરૂપ ખૂબ જ વિકૃત બની ગયું છે.
ગેસ સિલિન્ડરના ભાવ 434 રૂપિયા તે સતત વધીને 1056 થયા
ડૉ દોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં ગેસ સિલિન્ડરના ભાવ 434 રૂપિયા તે સતત વધીને 1056 થયા આ મોદી સરકાર(Modi Government)ની બહેનોને ભેટ છે. ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં સતત વધારીને 28 લાખ કરોડ દેશના નાગરિકોના કિસ્સામાંથી લૂંટી લીધા. એક તરફ પેટ્રોલ – ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે. જેના કારણે મોંઘવારી આસમાને પહોંચી છે. મોંઘવારીના મારથી જનતા પીસાઈ રહી છે સાથોસાથ બેરોજગારી પણ સતત વધતી જાય છે. લોકોના ધંધા-રોજગાર છીનવાઈ રહ્યાં છે. 2014માં જાહેરમાં અચ્છેદિનનો વાયદો કરનાર ભાજપ સરકારની પ્રજાને શું આ અચ્છેદિનની ભેટ છે ? જીવન જરૂરિયાત ખાદ્યાન્ન પદાર્થો પર લાગુ કરવામાં આવેલ 5 ટકા જીએસટી કેન્દ્ર સરકાર પરત ખેચે તેવી ગુજરાત કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.