નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સંજય સિંહે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને આજે શનિવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમજ સંજયે સિંહે (Sanjay Singh) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વજનને લઇને પણ મોટો દાવો કર્યો હતો. ત્યારે તેમના આ દાવા બાદ રાજકારણ ગરમાયું છે.
અસલમાં આજે શનિવારે આક પ્રેસ કોંન્ફરન્સને સંબોધતા સંજય સિંહે કહ્યું હતું કે કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટી ગયું છે, તેમજ આટલું વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની છે. આ સાથે જ જેલમાં કેજરીવાલનું શુગર લેવલ 5 વખત 50 થી નીચે ગયું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરવા એ સારી વાત નથી. જો આમ ને આમ જ રહેશે તે કેરીવાલ કોમામાં પણ જઇ શકે છે. સંજય સિંહનું કહેવું છે કે કેજરીવાલને એક ખોટા કેસમાં જેલમાં રાખીને સરકાર તેમને ત્રાસ આપી રહી છે એટલું જ નહીં તેમના સ્વાસ્થ્ય સાથે પણ ખેલ કરી રહી છે. તો આવા સંજોગોમાં જો કોઈ ગંભીર ઘટના બને તો એ નવાઈની વાત નહીં હોય.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં વ્યક્તિ કોમામાં જઈ શકે છે – સંજય સિંહ
સંજય સિંહના જણાવ્યા મુજબ, હમણા સુધીમાં રાત્રે અચાનક કેજરીવાલનું શુગર લેવલ પાંચ વખત 50થી નીચે ગયું છે, જે ગંભીર બાબત છે. ત્યારે ડોક્ટરોના મતે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કોમામાં જઈ શકે છે. કારણ કે કેજરીવાલને તાત્કાલિક સારવાર આપવા માટે જેલમાં રાત્રે કોઈ ડોક્ટર હોતા નથી.
સંજય સિંહે કહ્યું કે, શું જરૂર છે કે કેજરીવાલને જેલમાંથી બહાર કાઢવામાં ન આવે અને તેમની યોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકાર તેમને જેલમાંથી બહાર આવવા દેતી નથી. આવી સ્થિતિમાં તેમની સાથે ગમે ત્યારે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ સાથે જ જલંધર પેટાચૂંટણીની જીત પર AAP ઉમેદવારને અભિનંદન આપતા સંજય સિંહે કહ્યું કે અહીંની રાજ્ય સરકાર ખૂબ જ મજબૂત છે અને લોકો પણ સરકારના કામથી ખુશ છે. જ્યારે AAP છોડનારનું રાજકારણ ખતમ થઈ ગયું છે. હાલ જે પણ સાંસદોએ ઉપ ચૂંટણીમાં પોતાની જીત કાયમ કરી છે તેમને અભિનંદન.