વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશને દિવાળીની ભેટ તરીકે જાહેર કર્યા પછી ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં પ્રસ્તાવિત સુધારાથી સકારાત્મક સંભાવનાઓ પેદા થઈ છે.આનાથી કરનો બોજ ઘટશે અને વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે.ભારતે 2017માં જીએસટી સિસ્ટમ શરૂ કરી હતી, જેણે પ્રથમ વખત તેના અર્થતંત્રને એકીકૃત કરવા માટે સ્થાનિક રાજ્ય કરને નવા, રાષ્ટ્રવ્યાપી જીએસટીમાં સમાવ્યો હતો, પરંતુ ભારતની સ્વતંત્રતા પછીના આ સૌથી મહત્ત્વપૂર્ણ કર સુધારાને તેની જટિલ ડિઝાઇનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કરને ચાર સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા.
અમને કહેવામાં આવ્યું છે કે મોટા ભાગનાં ઉત્પાદનો અને સેવાઓને બે દરમાંથી કોઈપણ એક દરમાં મૂકવામાં આવશે – 5 ટકા અથવા 18 ટકા.સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓ અથવા ખેડૂતો, નાના ઉદ્યોગસાહસિકો અને એમએસએમઈ દ્વારા ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓ પર 5 ટકાના નીચા દરે શુલ્ક લાગશે. મોટા ભાગની અન્ય વસ્તુઓ અને સેવાઓ પર 18 ટકાનો દર લાગુ થશે.વર્તમાનમાં અનેક દર સ્લેબ છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. કાર, રેફ્રિજરેટર, એર કંડિશનર તથા પાન મસાલા, તમાકુ અને સિગારેટ જેવા વ્યસનો અને વૈભવી માલ પર 1 ટકાથી 290 ટકા સુધીનો વળતર ઉપકર લાદવામાં આવે છે.
સરકાર માટે આવક પર પ્રારંભિક અસર પડી શકે છે. જોકે, ઉચ્ચ પાલન અને વપરાશથી થતા ફાયદાથી નુકસાનની ભરપાઈ થશે તેવી અપેક્ષા છે.સંકેતો એ છે કે દિવાળી પહેલા નવા જીએસટી દરોનો અમલ થઈ શકે છે. કારણ કે, ઉદ્યોગને નવીનતમ દર માળખા સાથે સંકલન કરવા માટે સમયની જરૂર પડશે અને તહેવારોની મોસમ પહેલા કોઈપણ વિક્ષેપ ટાળવાની જરૂર પડશે.
આપણે એ સમજવાની જરૂર છે કે કર વ્યવસ્થામાં પ્રક્રિયા સુધારાની સાથે આ માળખાકીય સુધારા પણ હશે. આમાં નોંધણી સમસ્યાઓ અને રિફંડ સાથેની સમસ્યાઓનું સમાધાન કરવું, તેમ જ ઇન્ટરફેસને સરળ બનાવવા માટે સ્વચાલિત સૂચનાઓ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે તેમાં ફેરફાર કરવાનો સમાવેશ થશે. પ્રસ્તાવ મુજબ, સરકાર મેન્યુઅલ હસ્તક્ષેપ ઘટાડવા, બહુવિધ સૂચનાઓને કારણે થતી અસંગતતાઓ અને પાલનના ભારણને દૂર કરવા માટે પૂર્વ-ભરેલા રિટર્ન લાગુ કરવા માંગે છે.
રિફંડના મોરચે પણ ફેરફારો કરવામાં આવશે, જેનો હેતુ નિશ્ચિત દિવસોમાં રિફંડનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડવાનો અને નિકાસકારો અને ઉલટાવેલા ડ્યુટી માળખા ધરાવતા લોકો માટે રિફંડની સ્વચાલિત પ્રક્રિયાને સક્ષમ બનાવવાનો છે. આવકવેરામાં કર વિભાગ તમારી ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) રકમ એક વર્ષ માટે રાખે છે અને તમારા રિટર્ન ફાઇલિંગ પછી તમને રિફંડ ચૂકવે છે. પરંતુ તેઓ ઝડપથી ચૂકવણી કરે છે, તેથી કરદાતા તેના વિશે ખુશ થાય છે. જીએસટીમાં રિફંડ વર્ષમાં ત્રણ કે ચાર વખત આપવામાં આવે છે, પરંતુ લોકો હજી પણ ફરિયાદ કરે છે. હવે, અહીં મહત્ત્વપૂર્ણ તફાવત એ છે કે, જીએસટીના કિસ્સામાં સમય નિર્ધારણ જરૂરી છે.
કારણ કે, તે (રિફંડ) એન્ટરપ્રાઇઝ માટે કાર્યકારી મૂડી છે. તેથી, પ્રક્રિયાઓને ઝડપી બનાવવાની જરૂર છે. આ બધા પ્રક્રિયા સુધારાનો ભાગ હશે. અધિકારીઓ કહે છે કે, વર્તમાન જીએસટી વ્યવસ્થામાં દરોની બહુવિધતાને કારણે અમલીકરણમાં સમસ્યાઓ, અર્થઘટનની મૂંઝવણ અને વિવાદો થયા છે. તેથી, પીએમ તેને સરળ બનાવવા માંગે છે. પીએમની જાહેરાતને રાજ્યો માટે વિચારણા કરવા યોગ્ય પ્રસ્તાવ હોવાના સંદર્ભમાં જોવી જોઈએ. આવા સુધારાને શ્રેષ્ઠ રીતે લાગુ કરવા માટે દરેકની સહમતિ હોવી આવશ્યક છે.
એક અધિકારીએ કહ્યું તેમ, રાજ્યોને ટેક્નિકલ આધાર પર ખાતરી આપવી જોઈએ. રાજકીય રીતે એ જોવું પડશે કે, તેઓ આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે. દરોને તર્કસંગત બનાવવા પર મંત્રીઓના જૂથ (જીઓએમ)ની આગામી સપ્તાહમાં દરખાસ્ત પર ચર્ચા કરવા માટે બેઠક થવાની છે. જીઓએમમાં છ રાજ્યોના મંત્રીઓ સામેલ છે: કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર અને કર્ણાટક. કેન્દ્રીય નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે જીઓએમ અને બાદમાં જીએસટી કાઉન્સિલ આ દરખાસ્તને ઉચિત માનશે. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશને દિવાળીની ભેટ તરીકે જાહેર કર્યા પછી ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં પ્રસ્તાવિત સુધારાથી સકારાત્મક સંભાવનાઓ પેદા થઈ છે.આનાથી કરનો બોજ ઘટશે અને વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે.ભારતે 2017માં જીએસટી સિસ્ટમ શરૂ કરી હતી, જેણે પ્રથમ વખત તેના અર્થતંત્રને એકીકૃત કરવા માટે સ્થાનિક રાજ્ય કરને નવા, રાષ્ટ્રવ્યાપી જીએસટીમાં સમાવ્યો હતો, પરંતુ ભારતની સ્વતંત્રતા પછીના આ સૌથી મહત્ત્વપૂર્ણ કર સુધારાને તેની જટિલ ડિઝાઇનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કરને ચાર સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા.
અમને કહેવામાં આવ્યું છે કે મોટા ભાગનાં ઉત્પાદનો અને સેવાઓને બે દરમાંથી કોઈપણ એક દરમાં મૂકવામાં આવશે – 5 ટકા અથવા 18 ટકા.સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓ અથવા ખેડૂતો, નાના ઉદ્યોગસાહસિકો અને એમએસએમઈ દ્વારા ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓ પર 5 ટકાના નીચા દરે શુલ્ક લાગશે. મોટા ભાગની અન્ય વસ્તુઓ અને સેવાઓ પર 18 ટકાનો દર લાગુ થશે.વર્તમાનમાં અનેક દર સ્લેબ છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. કાર, રેફ્રિજરેટર, એર કંડિશનર તથા પાન મસાલા, તમાકુ અને સિગારેટ જેવા વ્યસનો અને વૈભવી માલ પર 1 ટકાથી 290 ટકા સુધીનો વળતર ઉપકર લાદવામાં આવે છે.
સરકાર માટે આવક પર પ્રારંભિક અસર પડી શકે છે. જોકે, ઉચ્ચ પાલન અને વપરાશથી થતા ફાયદાથી નુકસાનની ભરપાઈ થશે તેવી અપેક્ષા છે.સંકેતો એ છે કે દિવાળી પહેલા નવા જીએસટી દરોનો અમલ થઈ શકે છે. કારણ કે, ઉદ્યોગને નવીનતમ દર માળખા સાથે સંકલન કરવા માટે સમયની જરૂર પડશે અને તહેવારોની મોસમ પહેલા કોઈપણ વિક્ષેપ ટાળવાની જરૂર પડશે.
આપણે એ સમજવાની જરૂર છે કે કર વ્યવસ્થામાં પ્રક્રિયા સુધારાની સાથે આ માળખાકીય સુધારા પણ હશે. આમાં નોંધણી સમસ્યાઓ અને રિફંડ સાથેની સમસ્યાઓનું સમાધાન કરવું, તેમ જ ઇન્ટરફેસને સરળ બનાવવા માટે સ્વચાલિત સૂચનાઓ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે તેમાં ફેરફાર કરવાનો સમાવેશ થશે. પ્રસ્તાવ મુજબ, સરકાર મેન્યુઅલ હસ્તક્ષેપ ઘટાડવા, બહુવિધ સૂચનાઓને કારણે થતી અસંગતતાઓ અને પાલનના ભારણને દૂર કરવા માટે પૂર્વ-ભરેલા રિટર્ન લાગુ કરવા માંગે છે.
રિફંડના મોરચે પણ ફેરફારો કરવામાં આવશે, જેનો હેતુ નિશ્ચિત દિવસોમાં રિફંડનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડવાનો અને નિકાસકારો અને ઉલટાવેલા ડ્યુટી માળખા ધરાવતા લોકો માટે રિફંડની સ્વચાલિત પ્રક્રિયાને સક્ષમ બનાવવાનો છે.
આવકવેરામાં કર વિભાગ તમારી ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) રકમ એક વર્ષ માટે રાખે છે અને તમારા રિટર્ન ફાઇલિંગ પછી તમને રિફંડ ચૂકવે છે. પરંતુ તેઓ ઝડપથી ચૂકવણી કરે છે, તેથી કરદાતા તેના વિશે ખુશ થાય છે. જીએસટીમાં રિફંડ વર્ષમાં ત્રણ કે ચાર વખત આપવામાં આવે છે, પરંતુ લોકો હજી પણ ફરિયાદ કરે છે. હવે, અહીં મહત્ત્વપૂર્ણ તફાવત એ છે કે, જીએસટીના કિસ્સામાં સમય નિર્ધારણ જરૂરી છે.
કારણ કે, તે (રિફંડ) એન્ટરપ્રાઇઝ માટે કાર્યકારી મૂડી છે. તેથી, પ્રક્રિયાઓને ઝડપી બનાવવાની જરૂર છે. આ બધા પ્રક્રિયા સુધારાનો ભાગ હશે. અધિકારીઓ કહે છે કે, વર્તમાન જીએસટી વ્યવસ્થામાં દરોની બહુવિધતાને કારણે અમલીકરણમાં સમસ્યાઓ, અર્થઘટનની મૂંઝવણ અને વિવાદો થયા છે. તેથી, પીએમ તેને સરળ બનાવવા માંગે છે. પીએમની જાહેરાતને રાજ્યો માટે વિચારણા કરવા યોગ્ય પ્રસ્તાવ હોવાના સંદર્ભમાં જોવી જોઈએ. આવા સુધારાને શ્રેષ્ઠ રીતે લાગુ કરવા માટે દરેકની સહમતિ હોવી આવશ્યક છે.
એક અધિકારીએ કહ્યું તેમ, રાજ્યોને ટેક્નિકલ આધાર પર ખાતરી આપવી જોઈએ. રાજકીય રીતે એ જોવું પડશે કે, તેઓ આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે. દરોને તર્કસંગત બનાવવા પર મંત્રીઓના જૂથ (જીઓએમ)ની આગામી સપ્તાહમાં દરખાસ્ત પર ચર્ચા કરવા માટે બેઠક થવાની છે. જીઓએમમાં છ રાજ્યોના મંત્રીઓ સામેલ છે: કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર અને કર્ણાટક. કેન્દ્રીય નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે જીઓએમ અને બાદમાં જીએસટી કાઉન્સિલ આ દરખાસ્તને ઉચિત માનશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.