ગાંધીનગર: ઉત્તર- પૂર્વીય પવનના કારણે રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનો પારો નીચે ગગડી જવાનો છે. ખાસ કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, 2થી 3 ડિગ્રી જેટલો ઠંડીનો પાર નીચે ગગડી જવાનો છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં 12 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
રાજ્યમાં હવે ઠંડી થોડીક વધવાની છે. ખાસ કરીને આગામી એક સપ્તાહની અંદર ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી સુધી નીચે ગગડી જશે. આજે મંગળવારે રાજ્યમાં અમરેલીમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે ભૂજમાં 31 ડિ.સે., કંડલામાં 31 ડિ.સે., અમરેલીમાં 32 ડિ.સે., પોરબંદરમાં 31 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 32 ડિ.સે., ડીસામાં 32 ડિ.સે., અમદાવાદમાં 31 ડિ.સે. અને સુરતમાં 32 ડિ.સે. ગરમી નોંધાવવા પામી હતી. રાજ્યમાં આજે મંગળવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઊંચુ તાપમાન નોંધાવવા પામ્યું છે. આજે રાજ્યની સૌથી વધુ ઠંડી 12 ડિ.સે. અમરેલીમાં નોંધાવવા પામી છે.
હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, રાજ્યના અન્ય શહેરો પૈકી ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 13 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 14 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.