Gujarat

રાજ્યમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આંકડા મુજબ રાજકોટ અને કેશોદ ખાતે સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે કંડલા પોર્ટ, અમરેલી, પોરબંદર અને અમદાવાદ ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત સુરેન્દ્રનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, મહુવા અને કંડલા એરપોર્ટ ખાતે 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભાવનગર, ડીસા અને વલ્લભ વિદ્યાનગર ખાતે 35 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ભુજ અને દમણ ખાતે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. નલિયા ખાતે 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું છે કે સેન્ટ્રલ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારમાં 1.5 કિમી ઊંચાઈએ ઉપરી હવામાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે, જેના પ્રભાવથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલ માટે રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેથી નાગરિકોને તાપથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top