મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો અંત આવ્યો છે અને એનડીએ સરકારે માન્યું છે કે, બધું સમુસૂતરું પાર પડી ગયું છે તો એ સરકારની ભૂલ છે. એક આંદોલન પૂરું થયું ને બીજું શરૂ થવાનો અંદેશો છે. એનું કારણ સરકારે મરાઠાઓને અનામત આપવા જે માર્ગ અપનાવ્યો છે એ છે. મહારાષ્ટ્ર સરકારે જે નવો જીઆર બહાર પાડ્યો છે, એમાં મરાઠાઓને ‘કુણબી’ જાતિ હેઠળ અનામત આપવામાં આવી છે, તે બધા માટે સ્વીકાર્ય નથી અને આ મુદે્ સરકારના જ મંત્રી છગન ભુજબળે વિરોધ શરૂ કરી દીધો છે.
કારણ એ છે કે, ઓબીસી સમુદાયને ડર છે કે મરાઠાઓને તેમના વર્ગમાં સામેલ કરવાથી તેમની અનામતનો હિસ્સો ઓછો થઈ જશે. તેમને લાગે છે કે એક મોટો અને પ્રભાવશાળી સમુદાય તેમના હક છીનવી લેશે. વળી સરકારના નિર્ણયથી બધા મરાઠા ખુશ નથી. કેટલાંક મરાઠા જૂથો ‘કુણબી’ કેટેગરી હેઠળ અનામતથી સંતુષ્ટ નથી. તેઓ મરાઠાઓ માટે અલગથી અનામતની માંગ કરી રહ્યા છે, જેના કારણે સમુદાયમાં આંતરિક વિખવાદ છે. અને આમેય અનામતનો મુદ્દો ખૂબ જ રાજકીય છે. આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, જુદા જુદા રાજકીય પક્ષો આ અસંતોષનો ફાયદો ઉઠાવી શકે છે. નવું આંદોલન તેમના માટે વોટ બેંકને એકત્રિત કરવાનો એક રસ્તો બની શકે છે.
વિરોધ શરૂ થતાં મરાઠા આંદોલન કરનારા મનોજ જરાંગે પણ મૂંઝવણમાં મુકાયા છે. મનોજ જરાંગે પાટીલે ભૂખ હડતાળ અને ઉપવાસ દ્વારા મરાઠા સમુદાયને અનામત આપવાની માંગણીને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી. તેમની આ પદ્ધતિએ લાખો લોકોને આકર્ષ્યાં અને આંદોલનને વેગ આપ્યો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એમણે કોઈ રાજકીય ટેકા વિના આંદોલન ચલાવ્યું પણ હવે આ મુદો્ રાજકીય બની ગયો છે. મનોજ જરાંગે પાટીલ પણ માને છે કે મરાઠા સમુદાયને ‘કુણબી’ તરીકે ઓળખવાની જરૂર નથી, પરંતુ તેમને સીધા જ અનામત મળવી જોઈએ. તેમણે કહ્યું કે બધા મરાઠા ‘કુણબી’ નથી. તેથી, આ સમાધાનનો તેઓ વિરોધ કરે છે.
આમેય અનામતનો મુદો્ રાજકીય બનતો આવ્યો છે અને આ ખેલ દર વેળા ખતરનાક બની જતો હોય છે. મહારાષ્ટ્રમાં શક્યતા છે કારણ કે, મુંબઈ મહાપાલિકાની ચૂંટણી નજીકમાં છે અને ઉદ્ધવ અને રાજ ઠાકરે એમાં હાથ મિલાવી લડે એવી શક્યતા છે. શિંદે જૂથ માટે મુશ્કેલી વધી શકે. એમાં મરાઠાને કુણબી સાથે અનામત આપવામાં આવે તો કુણબીઓ નારાજ થાય એટલે કે જ્ઞાતિ સામે જ્ઞાતિનો જંગ થઇ શકે છે. ભુજબળ સાથે અન્ય કુણબી નેતાઓ પણ જોડાઈ શકે છે. મહારાષ્ટ્રમાં સારા દિવસો તો દૂરની વાત છે પણ ખરાબ દિવસોનો અંદેશો અત્યારથી મળી રહ્યો છે.
ગુજરાતમાં પ્રાદેશિક વાયબ્રન્ટ મીટ
ગુજરાતમાં એક નવી શરૂઆત થઇ છે અને એની મિડિયાએ પૂરતી નોંધ લીધી નથી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમણે વાયબ્રન્ટ મીટની શરૂઆત કરી હતી અને એ ઘણા ખરા અંશે સફળ રહી એટલું જ નહીં પણ દેશનાં મોટા ભાગનાં રાજ્યોએ આ જ પેટર્ન પર ઉદ્યોગો આવે, નવું રોકના થાય એ માટે શરૂઆત કરી. હવે ગુજરાતે નવો પ્રયોગ શરૂ કર્યો છે અને એ છે પ્રાદેશિક વાયબ્રન્ટ મીટ.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક દ્વિવાર્ષિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ માત્ર રાજ્યની રાજધાની ગાંધીનગરમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રાદેશિક મીટ યોજી રાજ્યના વિવિધ પ્રદેશોમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. આ મીટમાં વિવિધ પ્રદેશોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સને આકર્ષિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
તે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા રોકાણકારો સાથે જોડવાની તક આપે છે. માત્ર મોટાં શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, રાજ્યના અન્ય જિલ્લાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આનાથી રાજ્યમાં આર્થિક અસમાનતા ઘટાડવામાં મદદ મળે છે. સાથે રોજગારીનું સર્જન પણ થઇ શકે છે. ઉત્તર ગુજરાત માટેની પહેલી પ્રાદેશિક મીટિંગ મહેસાણા ખાતે યોજાઈ હતી. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી વાઇબ્રન્ટ મીટિંગમાં ૯૧૪.૧૭ કરોડ રૂપિયાનાં રોકાણ માટે ૧૮૦ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ વિચાર નરેન્દ્ર મોદીનો હોવો જોઈએ, કારણ કે, એમણે કેટલાક મુખ્ય સરકારી કાર્યક્રમોને માત્ર ગાંધીનગર પૂરતા ના રાખી રાજ્યના અન્ય જિલ્લા મથકોએ લઇ જવાનું શરૂ કર્યું હતું. જેમ કે રાજ્યના ૧૫ ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમો પહેલાં ગાંધીનગરમાં જ યોજાતા હવે એ જુદા જુદા જિલ્લા મથકે યોજાય છે. આ જ રીતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સ્વ પણ હવે જુદાં જુદાં શહેરોમાં યોજાય છે. અને હવે વાયબ્રન્ટ મીટ પણ જુદા જુદા જિલ્લા મથકોએ યોજાય એવું આયોજન શરૂ થયું છે અને આ મીટ પણ મુખ્ય વાયબ્રન્ટ મીટની જેમ દર બે વર્ષે યોજાનાર છે. સ્થાનિક કક્ષાએ વધુ ઉદ્યોગો આવે અને એમાં રોકાણ થાય, રોજગારીનું સર્જન થઇ શકે, ખાસ કરીને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન મળી શકે, નવી પેઢી સાહસિકતા દાખવે એ હેતુ છે.
આ સારો પ્રયોગ છે અને આયોજન કુશળતાપૂર્વકનું રહ્યું તો એ જરૂર સફળ થશે અને અમુક વિસ્તારમાં અમુક ઉદ્યોગો ફૂલતાફાલતા હોય છે અને ત્યાં આવી મીટ યોજી નવું રોકાણ લાવવા માટે આ સારો ઉપાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માટે અન્ય રાજ્યોમાં પ્રચાર માટે પણ જઈ રહ્યા છે. હા, એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, આ મીટ માત્ર દેખાડો કે પછી પ્રચારનું જ માધ્યમ ના રહે અને વાસ્તવિક રીતે રોકાણ થાય, એમઓયુ માત્ર એમઓયુ જ ના રહે એ જરૂરી છે. ગુજરાતમાં આ પ્રયોગ સફળ રહ્યો તો બીજાં રાજ્યો પણ એ પગલે જરૂર ચાલશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.