National

નાનકમત્તા ગુરુદ્વારાના પ્રમુખની હત્યાનો મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

ઉત્તરાખંડ: શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા (Shri Nankamatta Sahib Gurdwara) ડેરા કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહની (Baba Tarsem Singh) હત્યાના (Murder) મુખ્ય આરોપીની આજે 9 એપ્રિલે એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કરવામાં આવ્યો છે. આરોપી અમરજીત સિંહે 28 માર્ચે બાબા તરસેમ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી. તેમજ ફરાર થઇ ગયો હતો.

28 માર્ચે બાબા તરસેમ સિંહની બાઇક પર આવેલા બે બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના નાનકમત્તા સાહિબ ગુરુદ્વારાની બહાર બની હતી. તેમજ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે ફરાર આરોપીઓની શોધખોળ કરી રહેલ પોલીસને સફળતા સાંપડી છે.

ઘટનાના મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપી અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુને ઉત્તરાખંડ STF અને હરિદ્વાર પોલીસે ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. અમરજીત સિંહ વિરુદ્ધ 16 થી વધુ કેસ નોંધાયેલા છે. દરમિયાન હત્યારાનો અન્ય સાથી ફરાર છે. હાલ એસટીએફ અને પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.

મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા
ડીજીપી ઉત્તરાખંડ અભિનવ કુમારે કહ્યું કે જો ઉત્તરાખંડમાં આવા જઘન્ય ગુનાઓ આચરવામાં આવશે તો પોલીસ ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે બાબાની હત્યાને ઉત્તરાખંડ પોલીસ અને એસટીએફ દ્વારા પડકાર તરીકે લેવામાં આવી હતી અને પોલીસ બંને આરોપીઓને સતત શોધી રહી હતી.

તેમજ ઉત્તરાખંડ સરકારમાં પણ 28 માર્ચ બાદ બાબા તરસેમ હત્યા કેસમનો આ મુદ્દો સખત ગરમાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમજ બાબા તરસેમ સિંહની હત્યા બાદ શીખ સમુદાયમાં પણ નારાજગી છવાઇ ગઇ હતી.

એક ગોળી પેટમાં, એક હાથના કાંડામાં અને એક હાથમાં વાગી હતી.
28 માર્ચે બાબા તરસેમ સિંહની બાઇક પર આવેલા બે બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના નાનકમત્તા સાહિબ ગુરુદ્વારાની બહાર બની હતી. તેમજ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાબાને 28 માર્ચે સવારે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે ગોળી વાગી હતી.

ગોળી વાગ્યા બાદ બાબાને ખટિમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સેવા પ્રમુખ બાબા તરસેમને આ હત્યાકાંડમાં એક ગોળી પેટમાં, એક કાંડામાં અને એક ગોળી હાથમાં વાગી હતી. તેમજ તરસેમ સિંહને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

Most Popular

To Top