નવી દિલ્હી: આગામી દિવસોમાં રામ મંદિર (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે. દરમિયાન આ સમારોહમાં સંમિલિત થવા માટે મહેમાનોને નિમંત્રણ (Invitation) મોકલવામાં આવ્યા છે, ત્યારે વિપક્ષને (Opposition) પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિણામે ઈન્ડિયા એલાયન્સના ઘણા સભ્યો માટે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. તેમજ 19 ડિસેમ્બરની બેઠકમાં ચર્ચા થઈ હતી કે ભાજપને રામ મંદિરનો શ્રેય લેતા કેવી રીતે રોકી શકાય. પરંતુ વિપક્ષ આ રણનીતિમાં અસમર્થ રહ્યું છે.
ભાજપ રામ મંદિરના મુદ્દાનો લોકસભા ચૂંટણીમાં કેવી રીતે ફાયદો ઉઠાવશે તે અંગે સૌ પ્રથમ સીપીએમ નેતા સિતારામ યેચુરીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ભારતીય જૂથની બેઠકમાં તેમણે તમામ પક્ષોને રામ મંદિર મુદ્દે કાઉન્ટર સ્ટ્રેટેજી તૈયાર કરવા વિનંતી કરી હતી.
આ સાથે જ સીપીઆઈ(એમ)ના નેતા બ્રિન્દા કરાતે કહ્યું હતું કે અમારી પાર્ટી અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં ભાગ લેશે નહીં. અમે ધાર્મિક માન્યતાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તેઓ ધાર્મિક કાર્યક્રમને રાજકારણ સાથે જોડી રહ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ છે. જે યોગ્ય નથી.
રામ મંદિર તરફથી મળેલા આમંત્રણ વિષે યેચુરીએ કહ્યું કે અમે નિમંત્રણ અંગે કોઇ નિવેદન આપ્યું નથી. અમને નિમંત્રણ આપવા માટે તેઓ આવ્યા હતા. અમે તેમને ચા-કોફી માટે પૂછ્યુ, અમને નિમંત્રણ મળી ગયું છે. આ સમારોહમાં પી.એમ મોદી અને યોગીજી સહિત તમામ નેતાઓ હશે. તેમજ રાજનીતિકરણ થશે. તેમજ આ તદ્દન ખોટી વાત છે. અમે રાજનીતિકરણના સખત ખિલાફ છીયે. આ કારણે અમે આ સમારોહમાં સંમિલીત થવા નહી જઇશું. વિપક્ષે ધર્મનો મતલબ સમજવો પડશે. બીજા લોકોનું અમને નથી ખબર પરંતુ અમે આ સમારોહમાં નહીં જઇયે.
INDIA ગઠબંધન પાસે હવે 4 વિકલ્પો છે
1- તમામ પક્ષકારોએ સાથે મળીને સમારોહમાં હાજરી આપવી જોઈએ.
2- કોઈએ સમારોહમાં હાજરી આપવી જોઈએ નહીં.
3- તમામ પક્ષોને પોતાનો નિર્ણય લેવા માટે મુક્ત છોડી દેવો જોઈએ, એટલે કે જેને જવું હોય તેણે જવું જોઈએ અને જેને જવું ન હોય તેણે ન જવું જોઈએ.
4. વિપક્ષી જૂથોએ આ મુદ્દાને સ્પર્શ કરવો જોઈએ નહીં, જેથી ભાજપને વળતો પ્રહાર કરવાની તક ન મળે.